પાકિસ્તાની મંત્રીને જોઈને લંડનમાં ચોરની ચોરની બૂમો પાડવા લાગ્યા લોકો, જાણો કારણ

PC: indiatoday.in

પાકિસ્તાનના સૂચના મંત્રી મરિયમ ઔરંગઝેબને લંડનમાં ખૂબ શરમમાં મુકાવું પડ્યું. તેમને લંડનમાં એક કોફી શૉપ બહાર પ્રવાસી પાકિસ્તાનીઓએ ઘેરી લીધા અને તેમને જોઈને ચોરની ચોરની બૂમો પાડવા લાગ્યા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે બ્રિટનમાં રહેતા કેટલાક પાકિસ્તાનીઓએ મરિયમ ઔરંગઝેબને ઘેરી રાખ્યા છે. એક ન્યૂઝ રિપોર્ટ મુજબ, આ પ્રવાસી પાકિસ્તાની દેશમાં ભયાનક પૂર વચ્ચે તેમના વિદેશી પ્રવાસને લઈને નારાજ હતા અને તેમની નિંદા કરી રહ્યા છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે ચોરની ચોરનીના નારા લાગ્યા છતા મરિયમે તેના પર કોઈ પ્રતિક્રિયા ન આપી અને પોતાના મોબાઈલ ફોનમાં જ વ્યસ્ત રહી, પરંતુ પાકિસ્તાની કેબિનેટ મરિયમ ઔરંગઝેબના સમર્થનમાં ઉતરી આવી છે અને તેને લઈને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર નિશાનો સાધ્યો છે. રિપોર્ટ્સ મુજબ, એમ કહેવામાં આવી રહ્યું છે કે, પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના સમર્થકોએ કોફી શૉપ બહાર મરિયમને ઘેર્યા અને તેમની વિરુદ્ધ નારેબાજી કરી.

આ વીડિયોમાં એક મહિલાને એમ કહેતા સાંભળી શકાય છે કે મરિયમ ટેલિવિઝન પર મોટા મોટા દાવા કરે છે, પરંતુ અહીં તે પોતાના માથા પર ઓઢણી પણ રાખતી નથી. પાકિસ્તાની પત્રકાર સૈયદ તલત હુસેન તરફથી શેર કરવામાં આવેલા વીડિયોમાં મરિયમ કહે છે કે તેઓ PTI અધ્યક્ષ ઈમરાન ખાનની નફરત અને વિભાજનની રાજનીતિના અમારા ભાઈઓ અને બહેનો પર પ્રભાવને જોઈને દુઃખી છું. તેમણે એમ પણ કહ્યું કે, તેઓ નિંદા કરી રહેલી આ ભીડના દરેક સવાલનો જવાબ આપશે.

પાકિસ્તાનન નાણામંત્રી મિફ્તાહ ઇસ્માઈલે લંડનમાં આ પ્રકારના અત્યાચાર અને જુઠ્ઠાણાંનો શાલીનતાથી સામનો કરવા માટે મરિયમના વખાણ કર્યા. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, આ પ્રકારનું ઉત્પીડન અને જુઠ્ઠાણાંનું શાલીનતા અને સંયમથી સામનો કરવા માટે મરિયમને સલામ છે. દેશના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે પણ ટ્વીટ કરીને કહ્યું કે, કેટલાક લોકો બ્રિટન ગયા બાદ પણ બદલાયા નથી. ત્યાં રહેતા પાકિસ્તાની અમારા સમાજનું સૌથી નિમ્ન સ્તરનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. પાકિસ્તાનના યોજના મંત્રી અહસાન ઇકબાલે આ ઘટનાને PTIના ગુંડાઓની શરમજનક અને નિંદનીય હરકત બતાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp