પુષ્પા...ઝૂકેગા નહીં સાલા... બોક્સ ઓફિસ પર તોડ્યા અનેક રેકોર્ડ, જાણો કમાણી

PC: tv9hindi.com

આ વર્ષની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ પુષ્પા-2 થિએટરોમાં ધૂમ મચાવી રહી છે.  અલ્લુ અર્જુન, રશ્મિકા મંદાના અને ફહાદ ફાઝિલની એક્શન ડ્રામા ફિલ્મ 'પુષ્પા 2: ધ રૂલ' ગુરુવારે વિશ્વભરના સિનેમાઘરોમાં રીલિઝ થઈ હતી. ફિલ્મે રીલિઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર અનેક રેકોર્ડ બનાવી દીધા છે.'પુષ્પા 2: ધ રૂલ'એ રિલીઝના બીજા દિવસે કમાણીના મામલે ઈતિહાસ રચ્યો છે.

અલ્લુ અર્જુનની 'પુષ્પા 2: ધ રૂલ' ફિલ્મે  તમામ ભાષાઓમાં પ્રથમ દિવસે 174.9 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મે બીજા દિવસે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ભારતમાં 90.10 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. Sacnilk.com ના રિપોર્ટ મુજબ ફિલ્મે બે દિવસમાં 265 કરોડ રૂપિયાની કમાણી કરી છે અને વિશ્વભરમાં 400 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે, જે પોતાનામાં એક નવો રેકોર્ડ છે.

આ ફિલ્મને દર્શકો તરફથી કેટલો પ્રેમ મળી રહ્યો છે અને લોકોમાં આ ફિલ્મ માટે કેટલો ક્રેઝ છે તેનો અંદાજ ફિલ્મની કમાણી પરથી લગાવી શકાય છે. ભારતમાં ફિલ્મે માત્ર બે દિવસમાં 265 કરોડ (નેટ)નો બિઝનેસ કર્યો છે અને વિશ્વભરમાં રૂ. 400 કરોડથી વધુની કમાણી કરી છે. આ આંકડા દર્શાવે છે કે આ ફ્રેન્ચાઈઝીને દર્શકોનો જબરદસ્ત પ્રેમ મળી રહ્યો છે. આ ફિલ્મ હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં રીલિઝ થઈ છે અને બીજા દિવસે પણ તેને દરેક ભાષામાં સારો પ્રતિસાદ મળ્યો છે.

જો ફિલ્મની બીજા દિવસની કમાણી વિશે વાત કરીએ તો આ ફિલ્મે તેલુગુમાં 53%, હિન્દીમાં 51.65%, તમિલમાં 38.52%, કન્નડમાં 35.97% અને મલયાલમમાં 27.30% કમાણી કરી છે. ખાસ કરીને હિન્દી વર્ઝનમાં 49.50% ઓક્યુપન્સી હતી. જો ફિલ્મ આ જ ગતિએ આગળ વધતી રહેશે તો સપ્તાહના અંત સુધીમાં તે નવા રેકોર્ડ બનાવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp