દ્રવિડના ખાસ મેસેજે ગૌતમ ગંભીરને કરી દીધા ઇમોશન, આપી હેડ કોચિંગની ટિપ્સ

PC: sportingnews.com

હાલમાં ભારતીય ટીમ શ્રીલંકાના પ્રવાસે છે. ટીમના પ્રવાસની શરૂઆત 3 મેચોની T20 સીરિઝ સાથે થવા જઇ રહી છે. આ સીરિઝથી ગૌતમ ગંભીર ભારતીય ટીમ સાથે પોતાની નવી ઇનિંગ હેડ કોચ તરીકે શરૂ કરવાના છે. પોતાનો કાર્યકાળ શરૂ કરવા અગાઉ ગૌતમ ગંભીરને T20 વર્લ્ડ કપ વિજેતા કોચ રાહુલ દ્રવિડ પાસે એક ખાસ મેસેજ મળ્યો છે, જેણે ગંભીરને ઇમોશનલ કરી દીધા છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ આ ઘટનાનો વીડિયો પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. ફેન્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

રાહુલ દ્રવિડે શ્રીલંકા પ્રવાસની શરૂઆત થવા અગાઉ ગૌતમ ગંભીરને એક વોઇસ નોટ મોકલી છે. રાહુલ દ્રવિડે સૌથી પહેલા ગૌતમ ગંભીરને શુભેચ્છા આપતા કહ્યું કે, હું તમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ગૌતમ. મને વિશ્વાસ છે કે તમે ભારતીય ટીમને હજુ વધારે ઊંચાઇઓ પર લઇ જશો. તમારા સાથી ખેલાડીના રુપમાં મેં તમને મેદાન પર પોતાનું સર્વશ્રેષ્ઠ આપતા જોયા છે. તમારી બેટિંગ સાથે જ સાથી ફિલ્ડરના રૂપમાં મેં તમારી દૃઢતા અને હાર ન માનવાની આદત જોઇ છે.

રાહુલ દ્રવિડે આગળ કહ્યું કે, ઘણી IPL સીઝનમાં મેં તમારી જીતની ઇચ્છા, યુવા ખેલાડીઓની સહાયતા અને મેદાન પર પોતાની ટીમ પાસે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરાવવાની તમારી ઇચ્છા જોઇ છે. હું જાણું છું કે તમે ભારતીય ક્રિકેટ પ્રત્યે કેટલા સમર્પિત અને ભાવુક છો અને મને વિશ્વાસ છે કે તમે આ બધા ગુણોને નવી નોકરીમાં પણ લગાવશો. દ્રવિડે ગંભીરને ટિપ્સ આપતા કહ્યું કે, જેમ કે તમે જાણો છો, અપેક્ષાઓ ઘણી બધી હશે અને પરીક્ષાઓ પણ સખત હશે. મને એવી પણ આશા છે કે તમને દરેક ટીમમાં પૂરી રીતે ખેલાડી મળશે. તેના માટે તમને શુભેચ્છાઓ પણ આપું છું કેમ કે તમે જાણો છો કે આપણે બધા કોચોએ વાસ્તવિકતાથી થોડું વધારે સમજદાર અને હોશિયાર દેખાડવાની જરૂરિયાત છે.

રાહુલ દ્રવિડની આ વોઇસ નોટ સાંભળ્યા બાદ ગૌતમ ગંભીર થોડા ઇમોશનલ નજરે પડ્યા. ગૌતમ ગંભીરે કહ્યું કે, મને લાગે છે કે દ્રવિડ પાસે શીખવા માટે ઘણું છે, માત્ર મારા માટે જ નહીં, પરંતુ આગામી પેઢી અને હાલની પેઢી માટે પણ. ભારતીય ક્રિકેટ મહત્ત્વપૂર્ણ છે, ન કે હું, ન કોઇ વ્યક્તિ. હું વધારે ભાવુક થતો નથી, પરંતુ મને લાગે છે કે આ સંદેશે મને વાસ્તવમાં ખૂબ ભાવુક કરી દીધો છે. આશા છે કે હું એ પૂરી ઇમાનદારી, પારદર્શિતા સાથે કરી શકીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp