અમેઠી અને રાયબરેલીથી લડશો ચૂંટણી? આ સવાલ શું બોલ્યા રાહુલ ગાંધી

PC: indiatoday.in

સમાજવાદી પાર્ટી (SP)ના સુપ્રીમો અખિલેશ યાદવ સાથે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન અસલી મુદ્દાઓની વાત કરતા નથી. લોકતંત્રને ખતમ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે દાવો કર્યો કે, ભાજપ માત્ર 150 સીટો પર સમેટાઈને રહી જશે. આ ચૂંટણી વિચારધારાની ચૂંટણી છે. આ દરમિયાન તેમને સવાલ કરવામાં આવ્યો કે તેઓ અમેઠી અને રાયબરેલી ચૂંટણી લડશે કે નહીં? આવો જાણીએ તેમણે આ સવાલ પર શું જવાબ આપ્યો.

રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું કે શું તેઓ અમેઠી અને રાયબરેલીથી લોકસભાની ચૂંટણી લડશે? આ સવાલને તેમણે ભાજપનો સવાલ બતાવતા કહ્યું કે, મને જે પણ આદેશ મળશે, હું તેનું પાલન કરીશ. અમારી પાર્ટીમાં આ બધા નિર્ણય CEC દ્વારા લેવામાં આવે છે. તેની સાથે જ તેમણે ભારતીય જનતા પાર્ટી (BJP) પર પ્રહાર કરતા કહ્યું કે છેલ્લા 10 વર્ષોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંદી કરીને, ખોટી GST લાગૂ કરીને અને અદાણી જેવા મોટા બિઝનેસમેનોનું સમર્થન કરીને રોજગાર સર્જનની વ્યવસ્થા ઓછી કરી દીધી છે.

તેમણે વધુમાં કહ્યું કે, અમે નક્કી કર્યું છે કે અમે ઉત્તર પ્રદેશના બધા સ્નાતકો અને ડિપ્લોમા ધારકોને એપ્રેન્ટિસશિપનો અધિકાર આપીશું. ટ્રેનિંગ થશે અને અમે યુવાઓના બેંક ખાતામાં દર વર્ષે 1 લાખ રૂપિયા જમા કરીશું અને અમે કરોડો યુવાઓને આ અધિકાર આપી રહ્યા છીએ. અમે પેપર લીક માટે પણ કાયદો બનાવીશું. રાહુલ ગાંડીએ વડાપ્રધાન મોદીને ઘેરતા કહ્યું કે, વડાપ્રધાન કહે છે કે ચૂંટણી બોન્ડને રાજનીતિ ચોખ્ખી કરવા લાવ્યા હતા. જો એ સાચું છે તો સુપ્રીમ કોર્ટે એ વ્યવસ્થાને રદ્દ કેમ કરી.

તેમણે વડાપ્રધાનને સવાલ કર્યો કે, જો તમે પારદર્શિતા લાવવા માગતા હતા તો તમે ભાજપને પૈસા અપનારાઓના નામ કેમ છુપાવ્યા? તમે એ તારીખોને કેમ છુપાવી જે દિવસે તેમણે તમને પૈસા આપ્યા હતા? આ દુનિયાની સૌથી મોટી બળજબરીપૂર્વક વસૂલી યોજના છે. ભારતના બધા કારોબારી આ વાત સમજે છે અને જાણે છે અને વડાપ્રધાન ભલે ગમે તેટલી સફાઇ આપી દે. તેનાથી કોઈ ફરક નહીં પડે, કેમ કે આખો દેશ જાણે છે કે વડાપ્રધાન ભ્રષ્ટાચારના ચેમ્પિયન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp