રાહુલ ગાંધીએ હવે ગંભીર થવું જોઈએ, દેશને તેમની જરૂર છેઃ બ્રિજ ભૂષણ સિંહની સલાહ

PC: facebook.com/brijbhushansharan/

UPના કૈસરગંજથી BJPના પૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, દેશને રાહુલ ગાંધીની જરૂર છે. રાહુલે હવે વર્ષ 2025માં ગંભીર બનીને પોતાની બાલિશ પ્રવૃત્તિઓ છોડી દેવી જોઈએ.

બ્રિજ ભૂષણ સિંહના મતે, દેશને કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની જરૂર છે. રાહુલે અયોધ્યા આવીને ભગવાન શ્રી રામ અને હનુમાનજીના દર્શન કરવા જોઈએ.

બ્રિજ ભૂષણે વધુમાં કહ્યું કે, રાહુલ ગાંધીએ સદબુદ્ધિ મેળવવી જોઈએ અને દેશ માટે જે મહત્વપૂર્ણ છે તે મુદ્દાઓ ઉઠાવતા રહેવું જોઈએ. BJPના પૂર્વ સાંસદે એમ પણ કહ્યું કે, વિપક્ષ અને રાહુલ ગાંધીનું રાજકારણમાં સક્રિય રહેવું ખૂબ જ જરૂરી છે. પરંતુ તેમણે જનતાને લગતા એવા મુદ્દા ઉઠાવવા જોઈએ જે લોકો માટે ખુબ જ જરૂરી હોય. જ્યારે સરકારે સ્મારકને મંજૂરી આપી હતી. PM નરેન્દ્ર મોદીનો શબ્દ જ પોતાનામાં એક મંજૂરી છે. PM મોદીએ કહ્યું, ગૃહ પ્રધાને કહ્યું અને મંજૂરી પણ આપી. તો પછી આ લોકોએ રાજનીતિ ન કરવી જોઈએ.

આ સાથે જ પૂર્વ PM મનમોહન સિંહના સ્મારક વિવાદ પર બ્રિજભૂષણ સિંહે કહ્યું કે, કોંગ્રેસ નરસિમ્હા રાવના અપમાનને ભૂલી ગઈ છે. પૂર્વ PM રાવના પાર્થિવ દેહને કોંગ્રેસ કાર્યાલય લઈ જવા દેવામાં આવ્યો ન હતો. તેઓ ઈચ્છતા હતા કે, તેમના પરિવાર સિવાય દિલ્હીમાં અન્ય કોઈની સમાધિ ન બને.

ગોંડા પહોંચેલા બ્રિજ ભૂષણ સિંહે પોતાના નિવાસસ્થાને પત્રકારોને ઉપરોક્ત વાત કહી. તેમણે કહ્યું કે, ભગવાન કરે કે કોંગ્રેસ અને રાહુલ ગાંધી 2025માં ગંભીર બની જાય, કારણ કે દેશને તેમની જરૂર છે. વિપક્ષ માટે રાજનીતિમાં સક્રિય રહેવું અને જાહેર ચિંતાના મુદ્દા ઉઠાવવા મહત્વપૂર્ણ છે. દિલ્હીના CM આતિશીએ ધાર્મિક સ્થળને ન તોડવા અંગે LGને લખેલા પત્ર પર પૂર્વ સાંસદે કહ્યું કે, કેજરીવાલ એક ડ્રામા પાર્ટી છે. હું તે વિશે એક પણ શબ્દ કહીશ નહીં.

અહીં તમને જણાવી દઈએ કે, મહિલા રેસલર સાક્ષી મલિક, વિનેશ ફોગટ અને સંગીતા ફોગટ વગેરેએ ગયા વર્ષે બ્રિજ ભૂષણ પર યૌન શોષણના ગંભીર આરોપ લગાવ્યા હતા. દિલ્હી પોલીસે બ્રિજ ભૂષણ વિરુદ્ધ બે FIR નોંધી હતી. હાલ આ મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે. જ્યારે, BJPએ બ્રિજ ભૂષણ સિંહની ટિકિટ રદ કરી હતી અને 2024ની લોકસભા ચૂંટણીમાં તેમના પુત્ર કરણ ભૂષણને ટિકિટ આપી હતી. બ્રિજ ભૂષણના પુત્ર કરણ ભૂષણને સામાન્ય ચૂંટણીમાં મોટી જીત મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp