કરિયરની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ પર પહોંચ્યો રામનાથન

PC: aircelchennaiopen.org

ભારતીય ટેનિસ ખેલાડી રામકુમાર રામનાથને હાલમાં જાહેર થયેલી ATP વર્લ્ડ સિંગલ્સ રેન્કિંગમાં સર્વશ્રેષ્ઠ રેન્કિંગ 168 હાંસલ કરી હતી. અમેરિકામાં થયેલી વિનેતેકા ચેલેન્જરના ઉપવિજેતા રામનાથને તેમાં 48 અંક હાંસલ કર્યા હતા. 22 વર્ષનો રામનાથન પુરુષ સિંગલ્સની રેન્કિંગમાં ટોપ પર રહેનારો ભારતીય ખેલાડી છે. તેના પછી યુકી ભાંબરી(212), પ્રજનેશ ગુણેશ્વરન(214), શ્રીરામ બાલાજી(293) અને સુમિત નાગલ(306)નો ક્રમ આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.