બુલેટ ટ્રેનના ટ્રેક પર 200 વૃક્ષોનું રિ-પ્લાન્ટેશન કરાશે

PC: futurism.com

અમદાવાદથી મુંબઈ વચ્ચે કોરિડોર પર દોડનારી હાઈસ્પીડ બુલેટ ટ્રેનને સાબરમતીથી દોડાવાશે, જેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે આ રૂટ પર આવતા 200 વૃક્ષોને કાપી નાંખવામાં આવ્યા છે, જે તમામ વૃક્ષોનું રિ-પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. અમદાવાદ મેટ્રોના કારણે અમદાવાદમાં 1,400 વૃક્ષોનું નિકંદન કરતા ગ્રીનરી જોખમમાં મૂકાઈ છે. આ કારણે પર્યાવરણ વિદ્દોમાં ભારે રોષ ફેલાયો છે, ત્યારે બુલેટ ટ્રેનના ટ્રેકમાં વધુ 200 વૃક્ષો કાપી નાંખવામાં આવ્યા છે જેને આધુનિક ટેક્નોલોજીથી રિ-પ્લાન્ટેશન કરવાનું કામ ચાલી રહ્યું છે.

વૃક્ષો રી-પ્લાન્ટેશન કરવા માટે સ્પેશિયલ મશીનનો ઉપયોગ કરાયો છે તેમજ જેસીબી અને પાણીના ટેન્કર સહિત મશીનરી કામે લાગ્યા છે. જેમાં રોજના 5 વૃક્ષો રિ-પ્લાન્ટેશન કરવાનો ટાર્ગેટ છે જે અંતર્ગત ડિ-કેબીન ખાતે પાંચ વૃક્ષોને રિ-પ્લાન્ટેશન કરાયા છે. એક વૃક્ષને રિ-પ્લાન્ટેશન કરવા 2 કલાકનો સમય જઈ રહ્યો છે. આ રૂટમાં આવતા 200 વૃક્ષોને રિ-ટ્રાન્સપ્લાન્ટ કરી અમદાવાદની ગ્રીનરી યથાવત રખાશે તેવો દાવો કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp