કર્ફ્યૂમાં ગાડી લઈને નીકળેલો આ ક્રિકેટર પોલીસે પકડ્યો અને પછી...

PC: itstrendingnow.com

કર્ફ્યૂ દરમિયાન રસ્તા પર ગાડી લઈને નીકળવું ક્રિકેટર ઋષિ ધવન માટે મોંઘુ પડ્યું. મંડી પોલીસે ગાડીનું ચલણ કાપીને 500 રૂપિયા દંડ વસૂલ કર્યો. ધવન ભારતીય ક્રિકેટ ટીમનો હિસ્સો રહ્યો છે. તે ગાડીથી બેંક જવા માટે નીકળ્યો હતો. કર્ફ્યૂમાં પાસ વિના ગાડી લઈને નીકળનારા વાહનો પર રોક લગાવવામાં આવી છે. આ દરમિયાન ઋષિ ધવન તેની ગાડીમાં નીકળ્યો. પોલીસે તેની કાર રોકી અને તેની પાસેથી પાસ માગ્યો. તો ખેલાડીએ કહ્યું કે તેની પાસે પાસ નથી. તો પોલીસે તેની પાસેથી દંડની વસૂલાત કરી અને પાસ માટે ઓનલાઈન અરજી કરવાની સલાહ આપી.

ક્રિકેટર બેંકના કામે નીકળ્યો હતો પણ તેની પાસે પાસ ન હોવાને કારણે પોલીસે તેની પાસેથી 500 રૂપિયાનો દંડ વસૂલ કર્યો. ત્યાર બાદ તે ત્યાંથી ચાલ્યો ગયો. મંડીમાં વાહનોની અવર જવર પર રોક લગાવી દીધી છે. લોકોને જરૂરી સામાન ખરીદવા માટે પગપાળા ચાલવાનું કહેવામાં આવ્યું છે. શહેરમાં માત્ર આવશ્યક સેવાથી જોડાયેલા વાહનોને કર્ફ્યૂ પાસની સાથે જવાની પરવાનગી છે. ઋષિ ધવન IPLમાં પંજાબ અને મુંબઈ તરફથી રમી ચૂક્યો છે. કોરોના વાયરસના કારણે આ વર્ષે IPL રદ્દ થઈ શકે છે. 15 એપ્રિલ સુધી તેને સ્થગિત કરવામાં આવી હતી. પણ જે રીતે દેશમાં કોરોનાના મામલા વધી રહ્યા છે, તેને જોતા તો લાગી રહ્યું છે કે આ વર્ષે ઈન્ડિયન પ્રીમિયર લીગ રમાય શકે તેમ નથી.

દેશમાં હાલામાં 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે, જે 14 એપ્રિલના રોજ સમાપ્ત થશે. લોકડાઉનને આગળ વધારવાનો વિચાર ચાલી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકડાઉનને આગળ વધારવાના સંકેત પણ આપ્યા હતા. ઓરિસ્સા રાજ્યએ 30 એપ્રિલ સુધી લોકડાઉનને લંબાવી દીધું છે.  જણાવી દઈએ કે, ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના 5700થી વધારે કેસ સામે આવી ચૂક્યા છે અને 150થી વધારે લોકોના મોત થયા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp