ઋષિ સુનકે પત્ની અક્ષતા મૂર્તિ સાથે બ્રિટનમાં કરી જન્માષ્ટમીની ઉજવણી, જુઓ તસવીરો

PC: khabariclub.com

બ્રિટીશ વડાપ્રધાન પદના ભારતીય મૂળના ઉમેદવાર ઋષિ સુનક જન્માષ્ટમીના અવસરે ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શિયસનેસ (ISKCON) મંદિરના સમારોહમાં પત્ની અક્ષતા મૂર્તિની સાથે પહોંચ્યા હતા. સુનકે ભક્તિવેદાંત મનોર મંદિરના સમારોહમાં ભાગ લીધો.

મંદિરના સમારોહમાં શામેલ થયા પછી પોતાનો ફોટો ટ્વીટર પર શેર કરીને સુનકે લખ્યું કે, ‘આજે હું પોતાની પત્ની અક્ષતાની સાથે જન્માષ્ટમીની ઉજવણી કરવા ગયો હતો, આ એક લોકપ્રિય હિંદુ તહેવાર છે.

બ્રિટનના વડાપ્રધાનની રેસમાં ઋષિ સુનક, વિદેશ સચિવ લિઝ ટ્ર્સના મુકાબલામાં પાછળ ચાલી રહ્યા છે. ટોરી વોટર્સના હાલના સરવે અનુસાર, વિદેશ સચિવ લિઝ ટ્ર્સે ઋષિના વિરુદ્ધ મજબૂત રીતે આગળ વધી રહ્યા છે.

ટોરી વોટર્સના સરવે અનુસાર, આ વખતે ઋષિ સુનક 28 ટકા લોકોએ પસંદ કર્યા છે. તેમજ, લિઝ ટ્ર્સ 60 ટકા વોટર્સની પસંદ રહ્યા છે. તેમજ, 9 ટકા વોટર્સ અનિર્ણાયક રહ્યા છે. ગત મહિને ઋષિ સુનક 26 ટકા પર હતા, લિઝ ટ્ર્સ 58 અને 12 ટકા અનિર્ણાયક હતા. પાર્ટીના 961 સભ્યોના કન્ઝર્વેટિક હોમ સરવેમાં કહેવામાં આવ્યું હતું કે, અમે આ વખતે એક જ કોલમમાં ન તો વોટ આપ્યો છે અને ન વોટ આપીશું. વિદેશ સચિવ ટ્ર્સ, ઋષિ સુનક પર 32 પોઈન્ટની લીડ બનાવી છે.

YouGov ના સરવેમાં પણ પાછળ રહ્યા હતા સુનક

આના પહેલા 2 ઓગસ્ટે ખતમ થયેલા YouGov ના સરવેમાં ઋષિ સુનક વિદેશ સચિવ લિઝ ટ્ર્સથી 34 પોઈન્ટ પાછળ રહ્યા હતા. YouGov દ્વારા કરવામાં આવેલા સરવેમાં અંદાજે 60 ટકા લોકોએ બ્રિટનના નવા PM તરીકે લિઝ ટ્ર્સને પોતાની પસંદ ગણાવ્યું હતું. બ્રિટનના બોરિસ જોનસને PM પદથી રાજીનામું આપી દીધું હતું, હાલમાં બ્રિટનમાં કન્ઝર્વેટીવ પાર્ટીની સરકાર છે. 5 સપ્ટેમ્બરે બ્રિટનમાં નવા PM અને કન્ઝર્વેટીવ પાર્ટીના નેતાની જાહેરાત થશે.

બ્રિટનમાં 2 ચરણોમાં થાય છે PM ની ચૂંટણી

બ્રિટનમાં કન્ઝર્વેટીવ પાર્ટીનાં નેતાની ચૂંટણી બે ચરણોમાં થાય છે. પહેલા ચરણમાં પાર્ટીના સાંસદ વોટ આપે છે. વોટીંગની પ્રક્રિયા ત્યાર સુધી ચાલુ રહે છે, જ્યાં સુધી બે ઉમેદવાર રહી ન જાય, આ વખતે 5 ચરણોમાં વોટીંગ થઇ. ત્યાર બાદ બે ઉમેદવાર ઋષિ સુનક અને લિઝ ટ્ર્સ અંતે રેસમાં રહી ગયા છે. ખાસ વાત એ છે કે, આ તમામ 5 ચરણોમાં ઋષિ સુનક સાંસદોની પહેલી પસંદ રહ્યા, હવે આ ચરણ પૂરો થઇ ચૂક્યો છે. બંને ઉમેદવારોએ દેશભરમાં રેલીઓ કરીને પાર્ટીનાં સભ્યો પાસે વોટ માગી રહ્યા છે.

પાર્ટીના સભ્ય પસંદ કરશે પોતાનો નેતા

બીજા ચરણમાં પાર્ટીનાં સભ્યોની જ ભૂમિકા છે. કન્ઝર્વેટીવ પાર્ટીનાં 1.8 લાખ સભ્ય પોસ્ટલ વોટના માધ્યમથી આ ઉમેદવારોમાંથી એકને પોતાનો નેતા તરીકે પસંદ કરશે, બંને ઉમેદવારોમાં જેને સૌથી વધુ વોટ મળશે, તે પાર્ટીનો નેતા અને આગામી PM બનશે. જો કે, વોટીંગ સમયથી પહેલા તમામ સરવે સામે આવ્યા છે, તેમાં ઋષિ સુનક પાછળ રહેતા જોવા મળી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp