છ શહેરોમાં 7 લગ્ન કરી ચૂકેલી લૂંટેરી દુલ્હન પકડાઈ

PC: livemint.com

મધ્ય પ્રદેશના જબલપુર સહિત દેશના 6 શહેરોમાં 7 લોકો સાથે લગ્ન કરવાનું નાટક કરીને છેતરપિંડી કરી ચૂકેલી દુલ્હનની ધરપકડ કરી લેવામાં આવી છે. આંતરરાજ્યયી ગેંગમાં સામેલ 3 સભ્યોની પણ ધરપકડ કરવામાં આવી છે. ગેંગે જલબપુર સિવાય ધોલપુર, કોટા, જયપુર, સાગર અને દમોહમાં નકલી લગ્ન કરીને લોકો સાથે છેતરપિંડી કરી હતી. ધરપકડ થયેલી લૂંટારુ દુલ્હનની ઓળખ 28 વર્ષીય ઊર્મિલા અહિરવાર ઉર્ફ અન્નુ પત્ની સ્વ. અજય અહિરવાર (રહે. ધનવંતરી નગર) સાંઇ કોલોની પોલીસ સ્ટેશન સંજીવની નગર ગઢા.

22 વર્ષીય ભાગચંદ કોરી (રહે નવનિવેશ કોલોની ગંગાનગર ગઢા) અને 50 વર્ષીય અમર સિંહ ઠાકુર (રહે. શાહીનાકા ગઢા)ને ઓમતી પોલીસ સખત પૂછપરછ કરી રહી છે. પોલીસ અધિક્ષક સિદ્ધાર્થ બહુગુણાએ આરોપીઓના મોબાઇલની CDR કઢાવવા અને ગેંગ દ્વારા અન્ય જિલ્લામાં કરવામાં આવેલી છેતરપિંડીની ઘટનાઓની તપાસના નિર્દેશ આપવામાં આવ્યા છે. લગ્ન કરીને છેતરપિંડીની ઘટનાને અંજામ આપવા માટે રેનૂ સહિત ગેંગના અન્ય સભ્યોએ ખોટા નામોથી નકલી ઓળખપત્ર બનાવ્યા હતા જેથી છેતરપિંડી કરીને ભાગ્યા બાદ તેમને પકડી ન શકાય.

રેનૂના ભાગ્યા બાદ  પોલીસે તેની કથિત માસી અર્ચના બર્મનને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી ત્યારબાદ છેતરપિંડીની જાણકારી મળી. પોલીસે આરોપીઓ વિરુદ્ધ કલમ 420, 34 હેઠળ ગુનાહિત પ્રકરણ દાખલ કર્યો છે ત્યારબાદ લગ્ન કરીને ભાગેલી રેનૂની તપાસ શરૂ કરવામાં આવી. રેનૂ સાથે ગેંગના અન્ય સભ્યો ભાગચંદ કોરી અને અમર સિંહ ઠાકુરની પણ ધરપકડ કરવામાં આવી છે. અર્ચના બર્મને પોતાને રેનૂની માસી ગણાવી છે. ગેંગના સભ્ય નામ બદલી બદલીને છેતરપિંડીની ઘટનાને અંજામ આપતા હતા.

આરોપીઓની પૂછપરછ બાદ લગ્નના નામ પર છેતરપિંડીની અન્ય કેટલીક ઘટનાઓના ખુલાસાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આરોપીઓના કબજામાંથી એક મંગલસૂત્ર, 20 હજાર રૂપિયા રોકડા, 4 મોબાઈલ અને એક બાઇક જપ્ત કરવામાં આવી છે. મોબાઈલ ફોનની CDR કઢાવવામાં આવી રહી છે જેથી ગેંગમાં સામેલ અન્ય લોકોની જાણકારી મેળવી શકાય. ભીમગઢ છાપરા સિવનીનો રહેવાસી દશરથ પટેલ (ઉંમર 41 વર્ષ)એ મંગળવારે રાતે ઓમતી પોલીસ સ્ટેશનમાં ઘટનાની ફરિયાદ નોંધાવી હતી.

ઓમતી પોલીસ સ્ટેશનના પ્રભારી SPS બઘેલે જણાવ્યું કે દશરથ સિવનીમાં શાળાનું વાહન ચલાવે છે. તે લગ્ન કરવા માગતો હતો તેના માટે તેના કાકા જાગેશ્વર પટેલ અને કાકી સુનિતા પટેલ છોકરીની શોધ કરી રહ્યા હતા. 15 દિવસ અગાઉ તેમનો સંપર્ક અર્ચના બર્મન સાથે થયો હતો. અર્ચનાએ જણાવ્યું કે તેના સંબંધીની દીકરી રેનૂ રાજપૂત (રહે દમોહનાકા) કુંવારી છે અને તે તેની સાથે દશરથન લગ્ન કરાવી શકે છે. ઈન્ટરનેટ મીડિયા પર રેનૂની તસવીર મોકલીને તેણે લગ્ન નક્કી કરી દીધા.

લગ્નમાં વર પક્ષ પર 35 હજાર રોકડ, મંગલસૂત્ર, ઝાંઝર સહિત કપડાં અને લગ્નના ખર્ચની શરત રાખવામાં આવી. પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ મંગળવારે સાંજે 4 વાગ્યે કલેક્ટ્રેટમાં નોટરી આનંદ મોહન ચૌધરી સહિત સમક્ષ બંનેના લગ્ન કરાવવામાં આવ્યા. લગ્ન બાદ દશરથ રેનૂને પોતાની ગાડીમાં બેસાડીને ઘર લઈ જવા લાગ્યો ત્યારે જ જિલ્લા કોર્ટના ગેટ નંબર-3 સામે રેનૂએ બેસવામાં પરેશાની બતાવીને ગાડી રોકવા કહ્યું. દશરથે ગાડી રોકી દીધી ત્યારે જ ત્યાં ટૂ વ્હીલર વાહનમાં ભાગચંદ કોરી પહોંચ્યો. દશરથની ગાડીમાંથી ઉતરીને રેનૂ ભાગચંદ ગાડીમાં બેસીને ફરાર થઈ ગઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp