ગુજરાત વિદ્યાપીઠમાં RSSના કાર્યક્રમ પર બબાલ કેમ, RSSએ પણ સ્પષ્ટતા કરવી પડી
ગૂજરાત વિદ્યાપીઠમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના શતાબ્દી વર્ષ નિમિત્તે કાર્યક્રમ યોજવા બદલ તેની ટીકા થઈ રહી છે. આના પર સંઘે સ્થળની પસંદગીને લઈને કોઈપણ પ્રકારના વિવાદનો ઈન્કાર કર્યો છે. સંઘે કહ્યું છે કે, મહાત્મા ગાંધી પણ RSSની પ્રશંસા કરતા હતા. આ માટે સંઘે તેમની વર્ધા શિબિરમાં મુલાકાત લીધાનો ઉલ્લેખ પણ કર્યો છે. સંઘે કહ્યું કે, RSS કોઈ અલગ સંગઠન નથી... બલ્કે તે સમગ્ર સમાજનું છે. સંગઠન દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મહાત્મા ગાંધીએ વર્ધામાં RSS દ્વારા આયોજિત શિબિરની મુલાકાત પણ લીધી હતી અને તેમણે સંઘના કામની પ્રશંસા પણ કરી હતી.
મહાત્મા ગાંધીએ 1920માં ગુજરાતના અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. સંઘની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવાના અવસર પર 'સમાજ શક્તિ સંગમ' કાર્યક્રમના આયોજન માટે આ સ્થળ પસંદ કરવામાં આવ્યું છે. ગૂજરાત વિદ્યાપીઠમાં સંઘના કાર્યક્રમના આયોજનની તૈયારીઓની માહિતી પ્રકાશમાં આવતાં પૂર્વ કુલપતિ અને ગાંધીવાદી વિદ્વાન સુદર્શન આયંગરે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, સંઘે ફક્ત પોતાનું વર્ચસ્વ બતાવવા માટે જ ગૂજરાત વિદ્યાપીઠને કાર્યક્રમના આયોજનના સ્થળ તરીકે પસંદ કરી હતી. ત્યાર પછી સંઘે (RSS) એક નિવેદન જાહેર કર્યું છે. ગુજરાત વિદ્યાપીઠના વર્તમાન કુલપતિ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છે. તેમના પહેલા આ ખુરશી પર માત્ર ગાંધીવાદી વ્યક્તિને બેસવાની તક મળી હતી. જ્યારે દેવવ્રત ચાન્સેલર બન્યા ત્યારે પણ વિવાદ થયો હતો. હાલમાં યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો.હર્ષદ A. પટેલ છે.
ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રથમ વખત સંઘનો કોઈ કાર્યક્રમ યોજાશે. આ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કે, ભૂતકાળમાં યુનિવર્સિટીએ ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધી સહિત તેમના એસ્ટાબ્લિશમેન્ટ વિરોધી વલણ માટે જાણીતા લોકોને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. મહાત્મા ગાંધી જીવનભર તેના ચાન્સેલર રહ્યા. પ્રોફેસર A. T. ગિડવાણી તેના પ્રથમ વાઇસ ચાન્સેલર બન્યા. ગાંધીજી પછી સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, મોરારજી દેસાઈ વગેરે તેના કુલપતિ રહી ચૂક્યા છે. 1963માં ભારત સરકારે તેને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો આપ્યો હતો. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પહેલા ઇલા ભટ્ટ તેના ચાન્સેલર હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp