જયશંકરે જણાવ્યું- ભારતે કેનેડાથી રાજદૂત બોલાવવાનો મુશ્કેલ નિર્ણય કેમ લીધો?

PC: facebook.com/drsjaishankar

કેનેડા અને ભારત વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે વિદેશ મંત્રી એસ. જયશંકરે પોતાની ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, કેનેડાએ ભારતના હાઇ કમિશનરને પોલીસ તપાસ માટે કહ્યું હતું, જેના જવાબમાં ભારતે પોતાના હાઇ કમિશનર અને રાજદૂતોને પાછા બોલાવવાનો નિર્ણય લીધો. એસ. જયશંકરે કહ્યું હતું કે, કેનેડાને ત્યારે કોઇ સમસ્યા નથી થતી, જ્યારે તેમના રાજદૂત ભારતમાં આવીને અમારી સેના અને પોલીસની જાણકારી એકત્ર કરે છે, પરંતુ અમારા રાજદૂતો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવે છે.

એસ. જયશંકરે બંને દેશો વચ્ચે સ્વતંત્રતા અને વિદેશી હસ્તક્ષેપના સંદર્ભમાં બેવડી નીતિઓની પણ નિંદા કરી હતી. તેમણે કહ્યું હતું કે, જ્યારે ભારતીય પત્રકાર સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરે છે તો તેને સ્વતંત્રતાની શ્રેણીમાં માનવામાં આવે છે, પરંતુ જો કોઇ કેનેડિયન હાઇ કમિશનર દક્ષિણ બ્લોકથી નારાજ નીકળ્યા તો તેને વિદેશી હસ્તક્ષેપ માનવામાં આવે છે. વિદેશ મંત્રીએ તેના પર પણ ભાર આપ્યો કે વૈશ્વિક વ્યવસ્થા પશ્ચિમી પ્રભુત્વથી મુક્ત થઇ રહી છે. તેમણે કહ્યું કે, છેલ્લા 20-25 વર્ષોમાં દુનિયામાં પુનર્સંતુલન આવ્યું છે, જેમાં ભારત અને ચીન જેવા મોટા દેશોની ભાગીદારીથી બદલાવ આવ્યો છે.

તેમણે કહ્યું કે, આ પ્રક્રિયા સરળ નહીં હોય અને તેનાથી કેટલાક વિવાદ અને તકરારો થવા સ્વાભાવિક છે. પશ્ચિમ અને ગેર-પશ્ચિમ દેશો વચ્ચે સંબંધોમાં બદલાવ આવી રહ્યો છે અને એ પરિવર્તન સરળ નહીં હોય. જેમ જેમ દુનિયાની પ્રાકૃતિક વિવિધતા ઉભરીને સામે આવી રહી છે, મોટા દેશોના પોતાના વિચાર અને સ્થિતિ બનાવવાના પ્રયાસ ચાલુ રહેશે. જુઓ ભારતમાં શું થાય છે. કેનેડાના રાજદૂતોને આપણી સેના, પોલીસ, લોકોની પ્રોફાઇલિંગ, કેનેડામાં રોકાતા લોકોને ટારગેટ કરવા બાબતે જાણકારી એકત્ર કરવામાં કોઇ સમસ્યા નથી.

જયશંકરે વધુમાં કહ્યું હતું કે, એટલે જાહેર છે કે તેઓ પોતાને જે લાઇસન્સ આપે છે, તે કેનેડામાં રાજદૂતો પર લગાવતા પ્રતિબંધોથી એકદમ અલગ છે. જ્યારે આપણે બતાવીએ છીએ કે તમારી પાસે ભારતના નેતાઓ, ભારતના રાજદૂતોને ખુલ્લેઆમ ધમકી આપનારા લોકો છે. તેનો જવાબ હોય છે અભિવ્યક્તિની સ્વતંત્રતા. પાકિસ્તાનના પ્રવાસને લઇને વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે, ‘હું તેમને (નવાજ શરીફને) નથી મળ્યો. SCO બેઠક માટે ત્યાં ગયો હતો. અમે SCOની અધ્યક્ષતા માટે પાકિસ્તાનના ખૂબ સમર્થક હતા. ત્યાં ગયા, બધા સાથે હાથ મળાવ્યાં, સારી બેઠક થઇ અને પાછા આવતા રહ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp