ડિસેમ્બરથી સાબરમતી રેલવે સ્ટેશન સેટેલાઇટ સ્ટેશન તરીકે કાર્યરત થશે

PC: rojnuamdavad.wordpress.com

કાલુપુર રેલવે સ્ટેશન પર રોજના 1.25 લાખથી 1.50 લાખ પ્રવાસીઓનો ધસારો જોવા મળે છે. આ રોજીંદા ટ્રાફીક માટે કાલુપુર તરફના એક દરવાજાના કારણે ઘણી તકલીફ રહે છે. આ કારણે હવેથી સરસપુર તરફની બાજુ નવી એન્ટ્રી શરૂ કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. સરસપુર તરફ નવા પ્રવેશદ્વારથી ઉતારુઓ પ્રવેશી શકશે. આ પ્લેટફોર્મ 12 પરથી ઉત્તારૂઓ અને લોકો સરળતાથી બીજા પ્લેટફોર્મ પર અવરજવર કરી શકશે.

સરસપુર તરફ નવા પ્રવેશ દ્વાર વિકસાવવાના કારણે કાલુપુર સુધી આવવાની જરૂર નહીં રહે. તેના કારણે ઘણા ટ્રાફીકને ખાળી શકાશે. અહીં કાલુપુર તરફના પ્રવેશદ્વાર જેવી જ તમામ સુવિધા ઉભી કરવામાં આવશે અને એસ્કેલેટરની સુવિધા પણ ઉભી કરવામાં આવી રહી છે.

સાબરમતી  રેલવે સ્ટેશનને પણ આધુનિક અને બ્રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આગામી ડિસેમ્બર મહિનાથી આ રેલવે સ્ટેશન પણ કાર્યરત થઇ જશે. સાબરમતી સ્ટેશન કાલુપુર સ્ટેશનના પાર્ટ તરીકે સેટેલાઇટ સ્ટેશન વિકસાવવામાં આવી રહ્યું છે. ઉત્તર ભારત તરફની ટ્રેનો સાબરમતી સ્ટેશનથી ઓપરેટ કરવામાં આવશે. આ કારણે કાલુપુર સ્ટેશન પરનું ભારણ પણ ઓછું થશે.

કાલુપુર તરફના રસ્તે ઘણો ટ્રાફીક રહે છે અને સમયની સાથે અમદાવાદ સ્ટેશન પર ટ્રેનોનો ટ્રાફીક પણ વધી રહ્યો છે. ત્યારે સાબરમતી  સ્ટેશનને વિકસાવવાથી પેસેન્જર્સ અને રેલવે તંત્રને પણ સાનુકૂળ રહેશે. ઉલ્લેખનિય છે કે, સાબરમતી સ્ટેશનને વિકસાવ્યા બાદ હવે ટૂંક સમયમાં મહેસાણા, ભુજ, પાલનપુર અને અમદાવાદના સ્ટેશનનોને વિકસાવવામાં આવશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp