સુરત આગના હીરોને સલામઃ કેતન જીવના જોખમે ઉપર ચઢી ગયોને બાળકોના જીવ બચાવ્યા

PC: Khabarchhe.com

સુરતના એક બિલ્ડિંગમાં ચોથા માળે લાગેલી આગમાં એક યુવાને ખરેખર હીરો જેવું કામ કર્યું છે. કેતન જોરવાડિયા નામના યુવાને પોતાના જીવની પરવા કર્યા વગર સંખ્યાબંધ લોકોના જીવ બચાવ્યા હતા.

તક્ષશિલા આર્કેડમાં આગની ઘટનાને નજરે જોનાર કેતન જોરવાડીયા નામનો યુવાન બીજો લોકોની જેમ ભીડનો હિસ્સો બનીને રહી શક્યો ન હતો. તેને ઉપર ફંસાયેલા વિદ્યાર્થીઓની ચિંતા હતી. તે પળનો પણ વિલંબ કર્યા વગર પાળીના સહારે ચોથા માળે ચઢી ગયો હતો અને ગભરાયેલા બાળકોને પોતાના જીવના જોખમે નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. કેતને કરેલી કામગીરીની ચારેકોર પ્રશંસા થઇ રહી છે. બીજી તરફ ભાજપના માજી ધારાસભ્ય પ્રફુલ્લ પાનસેરિયા પણ ઘટના વખતે ત્યાંથી પસાર થતા હતા તેમણે લોકોને ભેગા કરીને ઉપરથી કુદી રહેલા બાળકોને કેચ કરવાનો પ્રયાસ કર્યો હતો. છતા કેટલાંક બાળકો ઇજા પામ્યા હતા.એક જ એમ્બ્યુલન્સ હોવાને કારણે પાનસેરિયાએ પોતાની ઇનોવાને એમ્બ્યુલન્સમાં ફેરવીને બાળકોને હોસ્પિટલ પહોંચાડયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp