શાહરૂખના દીકરા આર્યન ખાનને જેલ ભેગો કરનાર સમીર વાનખેડેની રાજકારણમાં એન્ટ્રી

બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનને 3 ઓક્ટોબર 2021ના દિવસે જેલ ભેગો કરીને ચર્ચામાં આવેલા NCBના પૂર્વ અધિકારી સમીર વાનખેડે રાજકારણની નવી ઇનિંગ શરૂ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

જાણવા મળેલી વિગત મુજબ સમીર વાનખેડે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની પાર્ટી શિવસેનામાં જોડાઇ શકે છે અને તેમને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ધારાવીની બેઠક પરથી ટિકિટ મળી શકે છે.

44 વર્ષના સમીર વાનખેડે અત્યારે IRS અધિકારી છે. 2021માં જ્યારે શાહરૂખ ખાનના પુત્રની ધરપકડ કરવામાં આવી ત્યારે એક પ્રમાણિક અધિકારી તરીકે તેમની ઇમેજ હતી, જો કે એ પછી તેમની પર 25 કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ લાગ્યો હતો. કોર્ટમાં કેસ પણ થયો હતો.મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી છે અને 23 નવેમ્બરે પરિણામ જાહેર થવાના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp