ઈલેક્ટ્રિક હ્યુંડાઈ ક્રેટા આવી ગઈ એક ચાર્જમાં 473KMની રેન્જ, 58 મિનિટમાં ચાર્જ
દક્ષિણ કોરિયાની કાર ઉત્પાદક હ્યુન્ડાઈએ લાંબી રાહ જોવડાવ્યા પછી આખરે તેની નવી ઇલેક્ટ્રિક SUV Hyundai Creta EVનું અનાવરણ કર્યું છે. આ ઇલેક્ટ્રિક કારની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી અને કંપની છેલ્લા કેટલાક દિવસોથી તેના ટીઝર પણ રિલીઝ કરી રહી હતી. પરંતુ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકતા, કંપનીએ સત્તાવાર ફોટા સાથે તેની વિગતો શેર કરી છે. નવી Hyundai Creta Electric 17 જાન્યુઆરીથી શરૂ થતા ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપોમાં વેચાણ માટે લોન્ચ કરવામાં આવશે. તો ચાલો જોઈએ કે કેવી છે ક્રેટા ઇલેક્ટ્રિક.
ડિઝાઇનની દ્રષ્ટિએ, હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિક તેના ICE-સંચાલિત (પેટ્રોલ-ડીઝલ) મોડલ જેવી જ છે. મોટાભાગની બોડી પેનલમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમાં માત્ર નવા સોફ્ટ પ્લાસ્ટિકના ભાગો જ જોવા મળે છે. આમાં પિક્સેલ જેવી વિગતો સાથે નવા આગળ અને પાછળના બમ્પર છે. આ ઉપરાંત, ઇલેક્ટ્રિક કાર જેવી પરંપરાગત ઢંકાયેલ ફ્રન્ટ ગ્રીલ ઉપલબ્ધ છે. જો કે, તેમાં નવા એરો-ઓપ્ટિમાઇઝ એલોય વ્હીલ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. હકીકતમાં, આગળનું બમ્પર N Line વેરિઅન્ટની વધુ યાદ અપાવે છે. ચાર્જિંગ પોર્ટ આગળના ભાગમાં જ ઉપલબ્ધ કરેલું છે.
કારની અંદર, Creta ઈલેક્ટ્રિકમાં ડ્યુઅલ 10.25-ઈંચ સ્ક્રીન સેટઅપ છે. આ સિવાય વૈશ્વિક બજારમાં ઉપલબ્ધ કોના ઇલેક્ટ્રિકથી પ્રેરિત સ્ટીયરિંગ વ્હીલ આપવામાં આવ્યું છે. તેને નવી ફ્લોટિંગ સેન્ટર કન્સોલ ડિઝાઇન મળે છે. ફીચર્સ વિશે વાત કરીએ તો, તેમાં પેનોરેમિક સનરૂફ, વ્હીકલ ટુ લોડ (V2L) ટેક્નોલોજી, 360-ડિગ્રી કેમેરા, ADAS સ્યુટ તેમજ હ્યુન્ડાઈની ડિજિટલ કી ફીચર આપવામાં આવી રહી છે.
Creta Electric બે બેટરી પેક વિકલ્પોમાં આવી રહ્યું છે. જેમાં 42kWh અને 51.4kWh બેટરીનો સમાવેશ થાય છે. આ બંને બેટરી પેક અનુક્રમે 390 Km અને 473 Kmની ARAI ક્લેમ રેન્જ સાથે આવે છે. હ્યુન્ડાઈ દાવો કરે છે કે, ક્રેટા ઈલેક્ટ્રિક (લોંગ રેન્જ) 7.9 સેકન્ડમાં 0 થી 100 Km/hની ઝડપ પકડી શકે છે. તેમાં ત્રણ ડ્રાઈવ મોડ છે, જેમાં ઈકો, નોર્મલ અને સ્પોર્ટ સામેલ છે. તેમાં સ્ટિયરિંગ કૉલમ-માઉન્ટેડ ડ્રાઇવ મોડ સિલેક્ટર છે, જે Ioniq 5 જેવું છે.
Hyundai દાવો કરે છે કે, Creta Electric માત્ર 58 મિનિટ (DC ચાર્જિંગ)માં 10 ટકાથી 80 ટકા સુધી ચાર્જ થઈ શકે છે, જ્યારે 11 kW AC વોલ બોક્સ ચાર્જર 4 કલાકમાં 10 ટકાથી 100 ટકા સુધી ચાર્જ થઈ શકે છે. Creta Electric 4 વેરિયન્ટ્સમાં વેચાણ માટે ઉપલબ્ધ હશે, એક્ઝિક્યુટિવ, સ્માર્ટ, પ્રીમિયમ અને એક્સેલન્સ. આ SUV 8 મોનોટોન અને 2 ડ્યુઅલ-ટોન કલર વિકલ્પો સાથે ઓફર કરવામાં આવી રહી છે. જેમાં 3 મેટ કલર્સ પણ સામેલ છે.
કંપની ઘણા સમયથી Hyundai Creta Electric પર કામ કરી રહી હતી. તેને અલગ-અલગ પ્રસંગોએ ઘણી વખત જોવામાં આવી છે. બજારમાં, તે મારુતિની આગામી પ્રથમ ઇલેક્ટ્રિક કાર e Vitara, Mahindra BE 6, Tata Curve EV જેવી કાર સાથે સીધી સ્પર્ધા કરશે. હવે તે જોવાનું રસપ્રદ રહેશે કે, કંપની તેના માટે શું ભાવ નક્કી કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp