અફઘાનિસ્તાને પાકિસ્તાનને પ્રેક્ટિસ મેચમાં હરાવીને સર્જ્યો પહેલો અપસેટ

PC: icccricket.com

આઇસીસી વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન શું કરી શકે છે તની એક ઝલક શુક્રવારે પાકિસ્તાનને ત્રણ વિકેટથી હરાવીને આપી દીધી હતી. પોતાની પહેલી અભ્યાસ મેચમાં અફઘાનિસ્તાને પોતાની મજબૂત બોલિંગના દમ પર પાકિસ્તાનને 47.5 ઓવરમાં 262 રનો પર અટકાવી દીધા બાદ હસમાતુલ્લાહ શાહિદીના અણનમ 74 રનની મદદથી 49.4 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.

શાહીદીએ પોતાની અણનમ અડધી સદી માટે 102 બોલનો સામનો કર્યો હતો અને સાત ચોગ્ગા લગાવ્યા હતા. તેમના ઉપરાંત હજરતતુલ્લાહ જાજઇએ 28 બોલમાં આઠ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 48 રનની ઇનિંગ રમીને ટીમને મોટી જીત અપાવી હતી. તેમને મોહમ્મદ શાહજાદ સાથે પહેલી વિકેટ માટે 11.1 ઓવરમાં 80 રન જોડ્યા હતા. શાહજાદ 23 રન પર રિટાયર્ડ હર્ટ થયા હતા. મોહમ્મદ નબીએ 41 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 34 રન બનાવ્યાં હતા. નબીએ અફઘાનિસ્તાન માટે ત્રણ વિકેટ પણ લીધી હતી.

પાકિસ્તાન માટે બાબર આઝમે 108 બોલમાં 112 રનોની ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં બાબરે 10 ચોગ્ગા અને બે છગ્ગા લગાવ્યાં હતા. તેમના ઉપરાંત શોએબ મલિકે 44 અને ઇમામ ઉલ-હકે 32 રનની ઇનિંગ રમી હતી.

ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનની ટીમ આ વખતે પહેલી વખત વર્લ્ડ કપમાં રમી રહી છે અને આ ટીમ પાસે દર્શકો અપેક્ષા રાખી રહ્યાં છે કે તે મોટી ટીમો આ વખતે અપસેટ કરી શકે છે જેની એક ઝલક આજની પ્રેક્ટિસ મેચમાં જોવા મળી હતી. અફઘાનિસ્તાને આ પહેલા એશિયા કપમાં ભારત સામે પણ મેચ ટાઇ કરવામાં સફળતા મેળવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp