અમેરિકાના આર્થિક વિકાસમાં યોગદાન બદલ શરદ ઠક્કરનું સન્માન

PC: newark.osu.edu

અમેરિકાના આર્થિક વિકાસમાં ભારતીયો, ખાસ કરીને ગુજરાતીઓનું પ્રદાન મહત્વનું રહ્યું છે. એ સત્ય ધ્યાનમાં રાખીને જ અમેરિકામાં એક ગુજરાતી શરદ ઠક્કરનું સન્માન અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તે કરાયું છે.

અમેરિકન પ્રમુખ ટ્રમ્પ ભલે ઇમીગ્રાન્ટ સામે બખાળા કાઢતા હોય, પરંતુ અમેરિકાના વિકાસમાં તેઓનો ફાળો અમૂલ્ય છે. આજે પણ કેટલાય ક્ષેત્રોમાં આ ઇમીગ્રાન્ટો જ આગળ છે. અમેરિકામાં જઇને વસેલા એનઆરજી એટલે કે ગુજરાતી મૂળના અમેરિકનોનો ફાળો પણ મહત્વનો રહ્યો છે. ફક્ત વ્યાપાર ધંધા જ નહીં શોધ સંશોધન જેવા ક્ષેત્રે પણ ગુજરાતીઓ અગ્રેસર રહ્યા છે. અમેરિકાના વિકાસના તમામ પરિમાણોમાં ભારતીયોનો ફાળો રહ્યો છે. ગુજરાતીઓ પણ તમામ ક્ષેત્રે પોતાનું યોગદાન આપતા રહ્યા છે.

અમેરીકાના આર્થિક વિકાસમાં મહત્‍વનું યોગદાન આપવા બદલ લઘુમતી કોમોના અન્‍ય સાત વ્‍યવસાયીઓ ઉપરાંત ર ઇન્‍ડીયન અમેરીકનને વ્‍હાઇટ હાઉસમાં સન્‍માનીત કરાયા હતા. આ બન્ને વ્‍યાવસાયીકોમાં ઓહિયો ખાતે પોલીમર ટેકનોલોજીઝના પ્રમુખ શરદ ઠક્કર તથા ફ્લોરિડા ખાતે આવેલી નેચરલ વિટામીન લેબના માલિક કરણ અરોરાનો સમાવેશ થાય છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp