શશી થરૂરે પોતાના ટેબલ પર ઊંધો તિરંગો લગાવતા થયા ટ્રોલ

PC: Twitter

કોંગ્રેસ સાંસદ શશિ થરૂર સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે. ટ્રોલ થવાનું કારણ તેમની ઓફિસમાં ટેબલ પર મુકેલો ઊંધો ભારતીય ધ્વજ છે. થરૂરે ગુરુવારે પોતાની ઓફિસમાં જેલમાં બંધ પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટની પત્ની અને દીકરા સાથે મુલાકાત કરી હતી. જેનો ફોટો હવે વાયરલ થઈ રહ્યો છે, જેમાં તિરંગો ઊંધો દેખાઈ રહ્યો છે.

જણાવી દઈએ કે, શશી થરૂરે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક ફોટો પોસ્ટ કર્યો છે. જેમાં તેઓ ગુજરાતના પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટ કે જેમને જામનગર કોર્ટે 1990માં પોલીસ કસ્ટડીમાં એક વ્યક્તિના મોત મામલામાં આજીવન કારાવાસની સજા સંભળાવી છે. તેમના પરિવારજનો સાથે પોતાની ઓફિસમાં એક મુલાકાત યોજી હતી.

આ મુલાકાતનો ફોટો કોંગ્રેસ સાંસદે પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. તેમણે લખ્યું, સાહસી શ્વેતા ભટ્ટ અને તેમના બહાદુર દીકરા શાંતનુ સાથે મુલાકાત કરી. લાંબા સમયથી કેદ તેમના પતિને લઈને ચર્ચા કરવામાં આવી. ન્યાય જરૂર મળવો જોઈએ. ત્યારબાદ એક યુઝરે લખ્યું. તમે જે ફોટો પોસ્ટ કર્યો, કૃપા કરીને તેને ચકાલી લો. કૃપા કરીને તિરંગાનું સન્માન કરતા શીખો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp