અમેરિકાની આ કંપનીએ બે બાઈક્સ સાથે ભારતમાં કરી એન્ટ્રી

PC: BikeDekho.com

Cleveland Cyclewerksએ ભારતમાં પોતાની બે બાઈક્સ સાથે એન્ટ્રી કરી છે. આ બંને બાઈક્સનું નામ Ace Deluxe અને Misfit છે. Cleveland S Deluxe બાઈકની એક્સ શો રૂમ પ્રાઈઝ 2.24 લાખ રૂપિયા છે અને Misfitની કિંમત 2.49 લાખ રૂપિયા રાખવામાં આવી છે. ઓફિશિયલ લોન્ચ પહેલા Clevelandએ પોતાની પહેલી ડિલરશિપનું ઉદઘાટન કર્યું, જે નવી મુંબઈમાં આવેલી છે.

હાલ, શરૂઆતમાં માત્ર Ace Deluxe બાઈકને જ ભારતમાં વેચવામાં આવશે. જ્યારે, Cleveland Misfit એક કેફે રેસર બાઈકથી ઈન્સ્પાયર્ડ બાઈક છે. બંને જ મોટરસાયકલ્સમાં 229 cc, સિંગલ સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે. એન્જિન એર કૂલ્ડ છે અને તે 15.4 હોર્સપાવરની તાકાત અને 16 ન્યૂટન મીટર ટોર્ક જનરેટ કરે છે. એન્જિનને 5 સ્પીડ ગિયરબોક્સથી લેસ કરવામાં આવ્યું છે.

Ace Deluxeમાં સ્ક્વૉયર સેક્શન સિંગલ ડાઉનટ્યૂબ ફ્રેમ છે, જ્યારે Misfitમાં ડબલ ક્રેડલ ચેસિસ આપવામાં આવી છે. સસ્પેન્શન માટે બંને મોટરસાયકલ્સમાં USD ફોર્ક્સ ફ્રન્ટમાં અને ડ્યૂઅલ શોક એબ્ઝોર્બર્સ છે. તેનું વજન 133 કિલોગ્રામ છે અન તેમાં 14 લીટરની ફ્યૂઅલ ટેન્ક આપવામાં આવી છે. તેમાં 150mmનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ છે. બ્રેકિંગ માટે બંને બાઈક્સમાં સિંગલ ડિસ્ક યુનિટ બંને વ્હિલમાં આપવામાં આવી છે.

Misfit બાઈકમાં 4 પિસ્ટન કેલિપર્સ ફ્રન્ટમાં છે, જ્યારે Ace Deluxeમાં 2 પિસ્ટન કેલિપર્સ જ આપવામાં આવ્યા છે. Clevelandએ ભારતમાં 10 શહેરોમાં ડિલરશિપ આપવાનો નિર્ણય કર્યો છે. તેમાંથી મોટાભાગનાં શહેરો દક્ષિણ ભારતમાં છે. આ બાઈક્સને સીકેડ યુનિટ તરીકે ચીનથી ઈમ્પોર્ટ કરવામાં આવશે અને તેને પુણેમાં અસેમ્બલ કરવામાં આવશે.

પ્રાઈઝ રેન્જની વાત કરીએ તો આ બાઈક્સની ટક્કર ભારતમાં KTM 250 Duke તેમજ TVS Apache RR 310 સાથે થશે. Clevelandએ આ વર્ષે ઓટો એક્સ્પોમાં Ace Scrambler અને Ace Cafe મોટરસાયલ્સને પણ શોકેશ કરી હતી. બંને જ મોટરસાયકલ્સ ભારતમાં આવતા વર્ષે લોન્ચ કરવામાં આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp