કેનેડામાં દલાલો ભારતીય વિદ્યાર્થિનીઓને ફંસાવીને દેહવ્યાપાર કરાવી રહ્યા છે

PC: cbc.ca

વિદેશમાં જવાની ભારતીઓની ઘેલછા હોય છે અને તેમાં પણ કેનેડા જનારા ભારતીયોની સંખ્યા તો ખાસ્સી વધારે છે. કેનડામાં ભણતી કેટલીક ભારતીય છોકરીઓ વિશે એક ચોંકાવનારી વાત સામે આવી છે. કેનેડામાં ભણવાના ખર્ચને પહોંચી વળવા માટે કેટલીક ભારતીય છોકરીઓ સેક્સ વર્કર બની રહી છે અને દલાલોના સંકજામાં ફસાઇ રહી છે.

 કેનેડામાં વેશ્યા દલાલો ભારતીય વિદ્યાર્થીનીઓને શિકાર બનાવી રહ્યા છે અને આવા દલાલોને પિમ્પસ કહેવામાં આવે છે. જાણવા મળેલી માહિતી મુજબ ગ્રેટર ટોરોન્ટો એરિયામાં કોલેજ કેમ્પસ, બસ સ્ટોપ, કામકાજના સ્થળોએ કે ધાર્મિક સ્થળોએ આવા દલાલો શિકારની શોધમાં ફરતા હોય છે.

ટોરન્ટોમાં આવી ફસાતી ભારતીય વિદ્યાર્થીનીઓની મદદ કરતી સંસ્થા એલ્પેશ હેવર્થ સેન્ટરના સુંદર સિંહે કે કેનેડામાં ભણતી ભારતીય વિદ્યાર્થીઓ ઝડપથી સેક્સના ધંધામાં ફસાઇ રહી છે. એક દલાલ એક છોકરી પાસેથી વર્ષે 2.3 લાખ ડોલરની કમાણી કરે છે, ભારતીય રૂપિયામાં ગણીએ તો 2 કરોડ રૂપિયા થાય. પણ છોકરીઓને માત્ર રહેવાની અને જમવાની જ સગવડ મળે છે. ભારતીય વિદ્યાર્થીનીઓનું વધતું શોષણ અમારા માટે ચિંતાનો વિષય છે. દેહવ્યાપારમાં જવા માટે માત્ર એક જ રાત પુરતી હોય છે, પછી આ દલાલો યુવતીઓને બ્લેકમેલ કરવાનું શરૂ કરે છે એટલે છોકરીઓ પાસે આત્મસમર્પણ સિવાય કોઇ વિકલ્પ બચતો નથી.

સુંદર સિંહે કહ્યું કે ગ્રેટર ટોરોન્ટો વિસ્તારમાં વિદ્યાર્થીનીઓનું સેક્સ ટ્રાફિકીંગ ઝડપથી વધી રહ્યું છે. સિંહે કહ્યું કે ચોંકાવનારી અને દુખની વાત એ છે કે ભારતીય યુવતીઓને ફસાવવાનારા આ પિમ્પ્સ ઇન્ડો-કેનેડિયન સમુદાયના છે. ગયા વર્ષે એક 18 વર્ષની ભારતીય વિદ્યાર્થીનીને વેશ્યાવૃતિમાં ધકેલવા બદલ 3 ઇન્ડોકેનેડિયન યુવકોની ધરપકડ કરવામાં આવી હતી. આ યુવાનો ઓનલાઇન સેક્સ સર્વિસ ચલાવતા હતા.

બ્રેમ્બપટનમાં રહેતી એક વૃદ્ધ ઇન્ડો-કેનેડિયન મહિલાએ કહ્યું કે, તેની ફેમિલી નર્સ પાસેથી માહિતી મળી કે  દર મહિને 10-12 ભારતીય વિદ્યાર્થીનીઓ ગર્ભપાત કરાવવા માટે આવે છે. ભણવાના ખર્ચને પહોંચી વળવા માટે છોકરીઓ આ ધંધા તરફ વળી રહી છે.

સુંદર સિંહે કહ્યું કે ભારતથી કેનેડા આવતા વિદ્યાર્થીઓમાં 90 ટકા વિદ્યાર્થીનીઓ હોય છે અને ઘણી છોકરીઓ પશ્ચિમી શહેરની સંસ્કૃતિ વિશે અજાણ હોય છે એટલે સરળતાથી દલાલની માયાજાળમાં ફસાઇ જાય  છે. સિંહે કહ્યુ કે અમે આવી છોકરીઓને મૂક્ત કરાવવામાં મદદ કરીએ છે અને તેમને કૌશલ્ય વિકાસની તાલીમ આપીએ જેથી તેમને સરળતાથી નોકરી મળી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp