સાત દિવસથી માતાની લાશ સાથે રહેતો હતો દિકરો, જાણો સમગ્ર ઘટના

PC: dnaindia.com

મહાનગરોની ચાર દિવાલની ઉંચાઈઓ વચ્ચે જીવન ખૂબ નાનું થતું જાય છે કે જીવનનો અંત થઈ ગયા પછી પણ લોકોને કાનો-કાન ખબર પડતી નથી. છેલ્લા ઘણા સમય પહેલા આવી એક ઘટના સામે આવી છે, જેમાં લોકો તેમના મરી ગયેલા પરિવારજનો સાથે રહેતા હતા. પણ તેની જાણકારી હજી સુધી કોઈને નહોતી. આ હાલની ઘટના મુચીપાના પોલીસસ્ટેશન અંતર્ગત આવતા બહુબજાર લેબુતલા પાર્કની છે. સ્થાનીય લોકોએ દુર્ગંધ ફરિયાદ કરી. પોલીસ આવી, પોલીસે ઘટના સ્થળે પહોંચી દરવાજો તોડ્યો તો રૂમમાં જમીન પર એક વૃધ્ધાની લાશ મળી, જે નિર્વસ્ત્ર હતી અને તેની બાજુમાં જ તેની મોટી ઉંમરનો દિકરો બેઠો હતો.  

આ મરી ગયેલા વૃધ્ધાનું નામ તાપ્તિ દાસ છે અને તેના દિકરાનું નામ પાપાઈ દાસ છે. તેના દિકરાની પૂછપરછ થઈ રહી છે. અંદાજો લગાવવામાં આવ્યો છે કે લગભગ સાત દિવસ પહેલા તાપ્તિનું મૃત્યુ થઈ ગયું હતું, પણ પાપાઈએ તેની જાણકારી કોઈને આપી નોહતી. રવિવારે સવારે રૂમમાંથી દુર્ગંધ આવતી હોવાથી લોકોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. આ પછી પોલીસે ત્યાં પહોંચીને જોયું તો લાશ જમીન પર પડી હતી અને તેનો કેટલોક હિસ્સો ગળી ગયો હતો. તાપ્તિનું મૃત્યુ કુદરતી રીતે થયું છે કે તેની પાછળ કોઈ કારણ છે તે પોસ્ટમોર્ટમ પછી જ જાણી શકાશે.   

સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે પાપાઈ રોજ દારૂ પીતો હતો. રૂપિયા માટે તે રોજ તેની માને મારતો હતો. ઘણી વખત તાપ્તિએ તેની આજુ-બાજુના લોકોને જણાવ્યું હતું અને પડોશીઓએ પણ ઘણી વખત પાપાઈને તેની માને મારતો જોયો હતો. ગયા શનિવારે લોકોએ વૃધ્ધાને છેલ્લી વાર જોઈ હતી. આ પછી તે ઘરની બહાર દેખાઈ નથી. આ પછી ત્રણ દિવસ પહેલા પડોશીઓએ તાપ્તિને શોધવા માટે કોશીશ કરી હતી પણ પાપાઈએ તેમની સાથે ઝઘડો કર્યો, આથી તેઓ પાછા જતા રહ્યા. રવિવારે જ્યારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે તે અંદર હતો, આથી પોલીસે તેની પૂછપરછ શરૂ કરી હતી. આશંકા છે કે તેણે નશા માટે પૈસા માંગ્યા હશે અને તેની માએ રૂપિયા નહીં આપતા તેણે આ દુષ્કર્મ આચર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp