SCએ પૂછ્યું-EVM પર ભરોસો નથી કરતા મોટાભાગના વૉટર્સ, ક્યાંથી મળ્યા આ આંકડા?

PC: ndtv.com

2024ની લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો આવી ચૂક્યો છે અને વિપક્ષી પાર્ટીઓ સૌથી વધુ આક્રમક છે. તો મંગળવારે ADR તરફથી EVMને લઈને દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે 2 કલાક સુધી સુનાવણી કરી. આ દરમિયાન કોર્ટે ADR તરફથી રજૂ થયેલા વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણને કોર્ટે જ તીખો સવાલ પૂછ્યો. જો કે, કોર્ટે આ કેસમાં સુનાવણી 18 એપ્રિલ સુધી ટાળી દીધી છે. ખાસ વાત એ પણ છે કે કોર્ટે બેલેટ પેપર્સથી વોટિંગને લઈને પણ સખત ટિપ્પણી કરી છે.

ADR અને સોશિયલ એક્ટિવિસ્ટ અરુણ કુમાર અગ્રવાલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને EVMના વોટ અને VVPAT પરચીઓના 100 ટકા મેળાપની માગ કરી છે, જેને લઈને મંગળવારે સુપ્રીમ કોર્ટમાં 2 કલાક સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટના જજની આ ટિપ્પણી પર પ્રશાંત ભૂષણે કહ્યું કે, એક સર્વેક્ષણ થયો હતો. જસ્ટિસ દત્તાએ કહ્યું કે, અમે ખાનગી સર્વેક્ષનો પર વિશ્વાસ કરતા નથી.

પ્રશાંત ભૂષાને તેને લઈને પોતાનો તર્ક આપ્યો કે મોટા ભાગના યુરોપીય દેશ જેમણે EVMથી મતદાનનો વિકલ્પ પસંદ કર્યો હતો. તેઓ બધા ફરી બેલેટ પેપર્સ તરફ વળી ગયા છે. તો આ મુદ્દા પર સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું કે, આપણે પોતાના જીવનના છઠ્ઠા દશકમાં છીએ અને સારી રીતે જાણીએ છે કે બેલેટ પેપરથી મતદાન થતું હતું. ત્યારે શું સમસ્યાઓ આવતી હતી. બની શકે કે તમને યાદ ન હોય, પરંતુ અમે એ દૌરને ભૂલ્યા નથી.

ADR તરફથી રજૂ થયેલા વકીલે કહ્યું કે, EVM પબ્લિક સેક્ટર યુનિટની કંપની બનાવે છે, જે સરકારના નિયંત્રણમાં હોય છે. સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે, શું પ્રાઇવેટ કંપની EVM બનાવશે તો તમે ખુશ થશો? સુનાવણી દરમિયાન અરજીકર્તાઓ તરફથી રજૂ થયેલા વકીલ સંજય હેગડેએ સુપ્રીમ કોર્ટ પાસે માગ કરી કે EVMમાં નોંધાયેલા વોટનો મેળાપ VVPATની 100 ટકા પરચીઓ સાથે કરવો જોઈએ. તેના પર જસ્ટિવ સંજીવ ખન્નાએ પૂછ્યું કે શું 60 કરોડ VVPAT પરચીઓની ગણતરી થવી જોઈએ?

તો વકીલ ગોપાલ શંકર નાયરે કહ્યું કે, ચૂંટણી પંચનું કહેવું છે કે બધા VVPAT પરચીઓની ગણતરીમાં 12 દિવસ લાગશે. તો એક વકીલે વોટ આપવા માટે બારકોડનું સૂચન પણ આપ્યું. સંજીવ ખન્નાએ કહ્યું કે, જો તમે કોઈ દુકાન પર જાવ છો તો ત્યાં બારકોડ હોય છે. બારકોડથી વોટોની ગણતરીમાં મદદ નહીં મળે, જ્યાં સુધી દરેક ઉમેદવાર કે પાર્ટીને બારકોડ ન આપવામાં આવે અને એ પણ એક ખૂબ મોટી સમસ્યા હશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, માનવીય હસ્તક્ષેપથી સમસ્યાઓ ઉત્પન્ન થશે, જ્યારે સોફ્ટવેર કે મશીનમાં અનધિકૃત પરિવર્તન કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp