પાવર કટ થયા પછી છ કલાક ચાલતું 8 કિલોનું વેન્ટિલેટર સુરતમાં 50000મા બન્યું

PC: dainikbhaskar.com

કોરોના વાયરસે દેશમાં કહેર ફેલાવ્યો છે. દેશ અને રાજ્યમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસમાં વધારો થઈ રહ્યો છે. મેડિકલ ઈમરજન્સીને પહોચી વળવા મેડિકલ ક્ષેત્રે ખૂબ જ મદદરૂપ થાય એ પ્રકારનું અને માત્ર 8 કિલો વજન ધરાવતું એક વેન્ટિલેટર સુરતની કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. હાલ વેન્ટિલેટર સુરતની સિવિલ હોસ્પિટલમાં નિરીક્ષણ માટે ગોઠવવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે, સુરતની કંપની દ્વારા બનાવવામાં આવેલું વેન્ટિલેટર માત્ર 50,000 રૂપિયા જેવી નજીવી કિંમતે તૈયાર થાય છે.

રિપોર્ટ અનુસાર મેડિકલ ક્ષેત્રમાં મદદરૂપ થઈ શકે તે માટે સુરતની SPTL કંપની દ્વારા માત્ર 8 કિલો વજન ધરાવતો એક વેન્ટીલેટર તૈયાર કરવામાં આવ્યું છે. વેન્ટિલેટરનું વજન ખૂબ જ ઓછું હોવાથી તેને આસાનીથી હેરફેર કરી શકાય છે. વેન્ટિલેટરમાં કંપની દ્વારા એક ખાસ પ્રકારની સુવિધા આપવામાં આવી છે કે, જો પાવર કટ થાય તો પણ વેન્ટિલેટર ચલાવી શકાય છે. તેમાં 230 વોલ્ટની બેટરી ફિટ કરવામાં આવી છે, જેના કારણે પાવર કટ થયાના છ કલાક સુધી ચલાવી શકાય છે. પાવર કટ થાય તે ઉપરાંત દર્દીઓને કોઈ પણ જગ્યા પર શિફ્ટ કરવો હોય તો વેન્ટિલેટર તેમાં ખૂબ જ મદદરૂપ નીકળી શકે છે. તો બીજી તરફ વેન્ટિલેટર બનાવવા માટે ઇન્ડિયન બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાથી ભવિષ્યમાં પાર્ટ્સની શોર્ટેજ પણ જોવા મળશે નહીં. હાલ કંપની દ્વારા 5 વેન્ટિલેટર તૈયાર કરવામાં આવ્યા છે અને સરકાર સાથે કંપનીની વાટાઘાટ ચાલી રહી છે. જો સરકાર વેન્ટિલેટર બનાવવા માટે પરમીશન આપશે તો કંપની એક દિવસના 250 જેટલા વેન્ટિલેટર બનાવવા માટે સક્ષમ છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ રાજકોટની ખાનગી કંપની જ્યોતિ CNC દ્વારા દસ દિવસમાં જ ધમણ-1 નામનું વેન્ટિલેટર તૈયાર કરવામાં આવ્યું હતું. ધમણ-1 વેન્ટિલેટરનો સિવિલ હોસ્પિટલના દર્દી પર 4 એપ્રિલ 2019ના રોજ પરીક્ષણ કરવામાં આવ્યુ હતું. તેનું પરિણામ સફળ રહ્યું હતું. ધમણ-1 વેન્ટિલેટર એક લાખથી પણ ઓછી કિંમતમાં તૈયાર થતું વેન્ટિલેટર છે, ત્યારે તેની તુલનામાં સુરતની કંપની દ્વારા માત્ર 8 કિલોનું અને 50 હજાર રૂપિયામાં તૈયાર થતું વેન્ટિલેટર તૈયાર કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp