ધ્રાંગધ્રા કેનાલમાંથી પાણીના પુરવઠાને રોકતી આડસ અને બકનળીઓ મળી

PC: Youtube.com

મોરબી જિલ્લાની ધ્રાંગધ્રા કેનાલમાંથી પાણીના પુરવઠાને રોકતી આડસ અને બકનળીઓ મળી આવી છે. મોરબીના છેવાડાના ગામોમાં ખેડૂતોને ખેતી કરવા માટેનું પાણી નહીં મળતા ખેડૂતો દ્વારા ધ્રાંગધ્રા કેનાલનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખેડૂતોને ચેકિંગ દરમિયાન નહેરમાંથી આડસ બકનળીઓ મળી આવી હતી. કેનાલમાં પાણી તો છોડવામાં આવી રહ્યું હતું પરંતુ આ આડસ અને બકનળીઓના કારણે પાણીનો પુરવઠો અવરોધાતો હતો. જેના કારણે છેવાડાના ગામના ખેડૂતોને ખેતી કરવા માટે પૂરતા પ્રમાણમાં પાણી મળતું ન હતું. આડસ અને બકનળીઓના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. આ મામલે હવે ખેડૂતો વહેલામાં વહેલી તકે કેનાલના પાણીને અવરોધતી આડસ અને બકનળીઓ દૂર કરવાની માગણી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp