ટેલિવિઝન અને અેપ્લાયન્સની કિંમતોમાં થશે 10 ટકા સુધી વૃદ્ધિ

PC: wikimedia.org

ટેલિવીઝન અને એમ્પ્લાયસની કિંમતોમાં જલ્દી જ 10 ટકા સુધીની વૃધ્ધિ જોવા મળી શકે છે. ડોલરની સરખામણીએ રૂપિયાની નરમાઇ અને ઇમ્પોર્ટેડ પ્રિમીયમ રેફ્રિજરેટર અને વોશિંગ મશીન પર કસ્ટમ ડ્યૂટી વધવાના કારણે કંપનીઓ કિંમતોમાં વૃધ્ધિ કરી રહી છે. કંપનીઓએ ઓક્ટોબરમાં કિંમતોમાં વધારો કરવાની યોજના બનાવી છે. પરંતુ ફેસ્ટિવ સિઝનના કારણે તેને પાછુ ઠલવામાં આવ્યુ હતું.

ત્રણ ટોચની બ્રાંડ એલજી, સેમસંગ અને સોનીએ પોતાની પ્રોડક્ટ્સના સામાન્ય સેલિંગ પ્રાઇસ પર 10 ટકા સુધીના ડિસ્કાઉન્ટ માટે ટ્રેડને આપવામાં આવનાર સેલ્સ સપોર્ટ કે સબસીડી પહેલા જ પાછી માંગી લીધી છે. બોસ, સીમેંસ, હાયર, શાઓમી અને બીપીએલ જેવા બ્રાન્ડ પણ જલ્દી જ કિંમતોમાં વધારો કરશે.

ગોદરેજ એપ્લાયન્સના બિઝનેસ હેડ અને ઇન્ડસ્ટ્રીના સંગઠન CEAMAના પ્રેસિડન્ટ કમલ નંદીના જણાવ્યા અનુસાર કેટલીક બ્રાન્ડ દ્વારા સપ્ટેમ્બરમાં કિંમતોમાં વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ તેને હવે લાગૂ કરવામાં આવશે કારણકે બ્રેન્ડ્સ ફેસ્ટિવ સિઝન દરમિયાન કિંમતોમાં કોઇ ફેરફાર ન હતા કરવા માંગતા. તેમણે ઓનલાઇન સેલ્સમાં મોટુ ડિસ્કાઉન્ટ મળવાના કારણે ઓફલાઇન રિટેલર્સને થોડી મદદ આપવાનો નિર્ણય કર્યો હતો. હવે કિંમતોને હાલના લેવલ પર બનાવી રાખવું સંભવ નથી કારણ કે માર્જિન પર ખાસ્સી અસર પડી રહી છે.

હાયર ઇન્ડિયાના પ્રેસિડન્ટ એરિક બ્રિગેન્ઝાએ જણાવ્યુ કે કંપનીએ ફેસ્ટિવ સીઝન દરમિયાન કિંમતોમાં વૃધ્ધિ ટાળ્યા બાદ ગત સપ્તાહે તેમાં આઠ ટકા સુધીની વૃધ્ધિ કરી હતી .ઇન્ડસ્ટ્રીના એક્ઝીક્યૂટીવના જણાવ્યા અનુસાર મોટી બ્રાન્ડ ખાસ કરીને દિવાળી દરમિયાન સેલ્સ સપોર્ટ આપે છે. પરંતુ કિંમતોમાં વૃધ્ધિને કવર કરવા માટે તે ક્યારેય પણ આ વર્ષની જેમ 10 ટકા જેટલી વધુ રહી નથી. વધુમાં વધુ સપોર્ટ પ્રિમીયમ રેન્જ માટે આપવામાં આવી હતી. જેના ભાવ સૌથી વધુ વધારવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp