ફ્રીમાં મળશે 71 લીટર પેટ્રોલ, બસ કરવું પડશે આ એક કામ

PC: jdmagicbox.com

ઇન્ડિયન ઓઇલ (આઇઓસી)એ સિટીબેન્ક સાથે કરાર કર્યો છે. આ હેઠળ, ઇન્ડિયન ઓઇલ સિટી બેન્ક પ્લેટિનમ ક્રેડિટ કાર્ડ આપવામાં આવી રહ્યું છે. આ કાર્ડ પર તમે દર વર્ષે 71 લિટર માટે પેટ્રોલ અથવા ડીઝલ મફત મેળવી શકો છો. આ કાર્ડનો ઉપયોગ કરવા પર ઈન્ડિયન ઓઇલના કોઈપણ આઉટલેટ પર પેટ્રોલ કે ડીઝલ ભરાવવા પર તમારે ફ્યુઅલ ચાર્જ ચૂકવવાની પણ જરૂર રહેશે નહીં. આ સાથે કાર્ડના ગ્રાહકોને રેસ્ટોરન્ટ્સની સૂચિ પણ આપવામાં આવી છે. જ્યાં તમે બિલ પર 15% સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકશો.

આ કાર્ડ ગ્રાહકોને મફત આપવામાં આવી રહ્યું છે અને જે ગ્રાહકો દર વર્ષે 30 હજાર રૂપિયા સુધીની ખરીદી આ કાર્ડ મારફત કરે છ તેમને 1000 રૂપિયા સુધીની ડિસ્કાઉન્ટ પણ મળશે. સિટીબેંકના આ કાર્ડ દ્વારા જો તમે ઇન્ડિયન ઓઇલના અધિકૃત આઉટલેટમાંથી પેટ્રોલ ભરાવો છો તો તમને 150 રૂપિયાનું પેટ્રોલ ભરાવ્યા બાદ 4 ટર્બો પોઇન્ટ મળશે.

સુપરમાર્કેટમાંથી 150 રૂપિયા સુધીનું કરિયાણું ખરીદવા પર 2 ટર્બો પોઇન્ટ મળશે. આ ઉપરાંત, શોપિંગ અથવા ડાઇનિંગ પર દરેક 150 રૂપિયાની ખરીદી માટે 1 ટર્બો પોઇન્ટ મળશે. તમે આ ટર્બો પોઈન્ટ્સને રીડિમ પણ કરાવી શકશો. 1 ટર્બો પોઇન્ટની કિંમત 1 રૂપિયા જેટલી હશે. તમે આ પોઇન્ટ્સને દેશભરમાં સ્થિત કોઈપણ ઈન્ડિયન ઓઇલના 1200 આઉટલેટ્સ પર પણ રિડીમ કરાવી શકશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp