કેશોદના લોકોને મદદ કરવા 55 લાખના લોકફાળાથી કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું

PC: khabarchhe.com

કેશોદમાં માર્ચમાં એક પરિવારના 7 સભ્યો અને બીજો એક આખો પરિવાર કોરોના પોઝીટીવ થયા. આ બન્ને પરિવાર કોરોનામાં હેમખેમ સાજા સારા થયા. આ પરિવારને સ્વસ્થ થવામાં મુશ્કેલી પડી. કોરોનામાં સ્વસ્થ થવામાં પડેલી મુશ્કેલીએ કેશોદમાં સૌને ઉપયોગી થવા કોવિડ કેર સેન્ટર શરૂ કરવાનું વિચાર બીજ રોપ્યું.

કેશોદમાં સર્વ સમાજના આગેવાનોની બેઠક બોલાવી. સૌ એ કોવિડ કેર સેન્ટર શરૂ કરવાનાં વિચારને વધાવ્યો. સ્થળ પર જ રૂા. 20 લાખ ફાળો થઇ ગયો. આજે આ ફાળો રૂા. 55 લાખ થયો છે. ફાળો આપનાર નામી અનામી દાતાઓને અભિનંદન છે. જેમણે કોરોનાના કપરા સમયમાં નાગરિક સેવા ધર્મ બજાવ્યો છે. અને પુરવાર કર્યેું છે સારા વિચારને સમાજ હંમેશા સપોર્ટ કરે છે.

સ્થળ માટે જી.ડી. વાછાણી કન્યા વિધાલયનું બીલ્ડીંગ અપાયું. ઓક્સિજનના 100 બાટલા રૂ 12.50 લાખના લાવ્યા. બીજા 100 બોટલ રૂ. 17.50 લાખના લાવ્યા. કોવિડ કેર સેન્ટર ઉપરાંત જરૂરિયાતવાળા કોવિડ પેશન્ટને આ બાટલા ફ્રીમાં અપાયા. કોવિડ સેન્ટરમાં દવા, નિદાન, સારવાર, ઓક્સિજન તમામ ફ્રી વ્યવસ્થા માટે પ્રથમ કાર્યકરોની ટીમ બનાવી. ભોજન, પાર્કીંગ, હેલ્પડેસ્ક, સહિતની સમિતીઓ બનાવી. 4-4 કાર્યકરોની દર્દીઓ અને દવાખાના વચ્ચે સંકલન માટે ટુકડીઓ બનાવી. જે શીફટ 24 કલાક કાર્યરત રહે. સેવારત આ કાર્યકરોની સેવા પણ એટલી જ અગત્યની છે.

સરકારી મેડીકલ ઓફિસર, નર્સ ઉપરાંત ખાનગી ડોક્ટરોએ દર્દીઓની સારવારની જવાબદારી ઉપાડી. આજે સ્થિતિ એ છે કે, 106 દર્દીઓ દાખલ થયા જે પૈકી 56 દર્દી સ્વસ્થ થયા 34 દાખલ છે. 12 દર્દી રીફર કરાયા છે. સામાન્ય રીતે ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓને ખાનગી દવાખાને દાખલ કરવામાં આવે તો દરરોજ પાંચથી પંદર હજાર ખર્ચ થાય આવે છે. જયારે આ કોવીડ સેન્ટરમાં દવા ડૉક્ટર નો ખર્ચ ભોજન તમામ સેવાઓ ફ્રીમાં આપવામાં આવે છે. રૂપિયા 55 લાખના સમાજ શ્રેષ્ઠીઓ ના ફાળા સાથે આ સેન્ટરથી લોકોના લાખો રૂપિયા બચશે.

કેશોદના જેન્તીભાઈ મકવાણા કોવીડ સેન્ટરની ત્રણ દિવસની સારવારથી સ્વસ્થ થયા છે. તેમના જણાવ્યા મુજબ સમાજ શ્રેષ્ઠીઓ ની સેવા કેશોદ અને આસપાસના ગામડાના લોકો માટે ખૂબ ઉપયોગી પુરવાર થઇ છે. કોવીડ સેન્ટરના વિચારબીજ ને રોપનાર અને કોરોના મુક્ત થનાર પરિવાર જયેશભાઈ લાડાણી અને ભરતભાઈ વડાલીયા ના પ્રયાસોને કેશોદના લોકોએ નાગરિક સેવા ધર્મ તરીકે સ્વીકાર્યો એનો દરેક જગ્યાએ અમલ થાય તો કોરોનાને હરાવવામાં ખૂબ સરળતા રહે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp