જમ્મુ-કાશ્મીર સરકારે એવો નિર્ણય લીધો કે હિંદુ સમાજના લોકો ખુશ જઇ જશે
જમ્મુ-કાશ્મીરમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહે કહેલું કે જમ્મુ-કાશ્મીરમાં જે મંદિરો પર હુમલા થયા છે તેવા 100 મંદિરોનો જીર્ણોદ્વાર કરાવીશું. હવે જમ્મુ-કાશ્મીરની ઓમર અબ્દુલ્લા સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે જેનાથી હિંદુ સમાજના લોકો ખુશ થઇ જશે.
જમ્મુ-કાશ્મીર સરકારે જાહેરાત કરી છે કે હુમલાને કારણે નુકશાન પામેલા 17 હિંદુ મંદિરોની મરમ્મત કરાવાશે અને જાળવણી પણ સરકાર કરશે. આના માટે કુંલ 17 કરોડ રૂપિયાનું ફંડ જાહેર કરી દેવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં અનેક હિંદુ મંદિરો એવા છે જે પોતાની ઐતિહાસિક રચના માટે જાણીતા છે.
સરકારે મંદિરાનો કામના હિસાબે ફંડ જાહેર કર્યું છે અને પુરાતત્વ વિભાગના અહેવાલ પછી આ નિર્ણય લેવાયો છે. આ 17 મંદિરો અનંતનાગ અને પુલવામા વિસ્તારોમાં આવેલા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp