બેંકની દિવાલમાં બાકોરું પાડી લોકરમાં ચોરી, શું બેંક વળતર આપે?

PC: divyabhaskar.co.in

લોકો તેમની કિંમતી વસ્તુઓ , રોકડ કે ડાયમંડ ઘરમાં સલામત નહીં રહે એમ માનીને બેંક લોકરમાં મુકતા હોય છે, પરંતુ હવે તો બેંક લોકરો પણ સલામત નથી. દક્ષિણ ગુજરાતમાં આવેલી કીમ ચોકડી પાસે આવેલી યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં તસ્કરો 3 દિવસ પહેલાં બેંકની પાછળના ભાગે મોટું બાકોરું પાડીને અંદર ઘુસ્યા હતા અને લોકરને કટરથી કાપીને મુદ્દામાલ લઇ ગયા હતા. 6 લોકર્સને ટારગેટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 1.05 કરોડ રૂપિયાની ચોર થઇ હોવાનું સામે આવ્યું છે.

પોલીસે 11 ટીમ બનાવીને તપાસ શરૂ કરી છે, પરંતુ હજુ સુધી તસ્કરો હાથમાં આવ્યા નથી. બેંકીંગ તજજ્ઞનું કહેવું છે કે લોકરમાંથી ચોરીના સંજોગોમાં ચૂકવણી કરવાની જવાબદારી બેંકની આવે.લોકરની અંદરની વસ્તુઓના દાવાને પુરવાર કરવા પડે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp