પંચમહાલમાં હેન્ડપંપ છે પણ હાથો નથી, પાણી ભરવા કર્યો લોકોએ જુગાડ, જુઓ Video

PC: Khabarchhe.com

દેશભરમા કોરોના માહોલ ચાલી રહ્યો છે.ત્યારે હવે ઉનાળાનું પણ ધીમે ધીમે આગમન થઇ રહ્યુ છે. ઉનાળો આવતા ગરમી સાથે પાણીની સમસ્યાઓ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં ઉભી થતી હોય છે. ઘણીવાર દૂર સૂધી પાણી લેવા જવું પડતુ હોય છે. આવી જ એક સમસ્યા ઉદ્દભવી છે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ભામૈયા ગામે કે જ્યાં હેંડપંપ છે અને પાણી આવે છે પણ હાથો નથી.

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ભામૈયા ગામ ખાતે આવેલો હેંડપંપને જોતા અચંબિત થઇ જાય છે.ભામૈયા ગામના નાયક ફળીયામાં ગરીબ આદિવાસી લોકો રહે છે. અહીંના લોકોને પાણીની સુવિધા મળી રહે તે માટે હેંડપંપ છે જેમાં પાણી આવે છે.પણ હેંડપંપ તૂટેલી હાલતમાં છે. તેનો હાથો પણ તુટી ગયો છે.આથી ગ્રામ લોકોએ જાતે જૂગાડ શોધી કાઢ્યો અને તૂટેલા હેંડપંપની સાંકળને લાકડાથી બાંધી દીધી છે. ગ્રામજનો એક લાકડાનો હાથો બનાવીને તેનો ઉપયોગ પાણી કાઢવા માટે કરી રહ્યા છે. 

આ અંગે સ્થાનિક લોકો દ્વારા તંત્રને રજૂઆત કરાઇ હોવાનું જાણવા મળેલ છે. ત્યારે આગામી સમયમા પાણીની પણ જરુરિયાત વધારે પ્રમાણમા ઉભી થાય તેને લઇને આ હેંડપંપની મરામત કરવામા આવે તે જરૂરી છે. તંત્ર હાલમાં કોરોના સામે લડવામાં લાગ્યું છે ત્યારે ગુજરાતમાં પાણીની સ્થિતિ અંગે પણ હવે તૈયારીઓ કરવી પડશે. કારણ કે દર વર્ષે ગુજરાતમાં પાણીની સમસ્યા ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ઊભી થતી હોય છે. આવા સમયે કોરોના સામેની લડાઇ કર્યા પછી આગળ એક બીજી લડાઇ ઊભી જ છે. પરંતુ હાલમાં પણ જ્યાં જયાં આવી સમસ્યાઓ ઊભી થઇ રહી છે ત્યાં સરકારે ધ્યાન દઇને ત્વરિત કાર્યવાહી કરવાની જરૂર છે. કારણ કે પાણી લોકોની મૂળભૂત જરૂરિયાત છે. હાલમાં કોઇ ખાનગી એજન્સીવાળાને બોલાવીને પણ રીપેર કરાવી શકાય નહીં કારણ કે તેમને પોલીસ આવવા દેશે નહીં. એટલે સ્થાનિક નેતાઓએ આવી સમસ્યાઓ પણ ધ્યાન આપીને લોકોને કોરોનાના ડર ઉપરાંત પાણી અને બીજી મૂળભૂત જરૂરિયાતની ચીજવસ્તુઓની ઉણપ ન પડે તે ધ્યાન રાખવું જરૂરી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp