ફરી બનશે ભારતની 2 ટીમ, આ યુવા ખેલાડીઓને પ્રથમ વખત મળી શકે છે તક

PC: khabarchhe.com

IPL 2022 સમાપ્ત થતાંની સાથે જ ટીમ ઈન્ડિયાએ ઘણી ક્રિકેટ સીરીઝ રમવાની છે. સૌથી પહેલા સાઉથ આફ્રિકા સામે 5 મેચની ટી20 સીરિઝ છે. આ સાથે જ સમગ્ર વિશ્વની નજર ઈંગ્લેન્ડ સામેની એકમાત્ર ટેસ્ટ મેચ પર પણ રહેશે. આવી સ્થિતિમાં BCCIએ આ બંને સીરિઝ માટે એક ખાસ પ્લાન તૈયાર કર્યો છે. આ બંને સીરિઝ માટે બે અલગ-અલગ ટીમ ઈન્ડિયા બનાવવામાં આવશે.

રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળની ટેસ્ટ ટીમ 5 મેચોની ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ રમવા માટે જુલાઈમાં ઈંગ્લેન્ડ જશે. ઉલ્લેખનીય છે કે ભારત આ સીરિઝમાં 2-1થી આગળ છે. ગયા વર્ષે આ સીરિઝ કોરોનાને કારણે અધવચ્ચે જ અટકાવી દીધી હતી. આ ટીમમાં નિયમિત ખેલાડીઓ વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ, કેએલ રાહુલ, મોહમ્મદ શમી, રવિચંદ્રન અશ્વિન અને કાઉન્ટીમાં ધમાલ મચાવનાર ચેતેશ્વર પૂજારાને તક આપવામાં આવશે. અહેવાલ મુજબ આ તમામ ખેલાડીઓ દક્ષિણ આફ્રિકા સામેની ઓછામાં ઓછી 3 ટી20 મેચો માટે રેસ્ટ પર રહેશે.

જ્યારે એવા સમાચાર પણ છે કે IPL 2022માં શાનદાર પ્રદર્શન કરનારા યુવા ખેલાડીઓને સાઉથ આફ્રિકા સીરિઝમાં સ્થાન મળશે. ખાસ કરીને યુવા ફાસ્ટ બોલર ઉમરાન મલિક, તિલક વર્મા, અર્શદીપ સિંહ, આવેશ ખાન અને જીતેશ શર્માને તક આપવામાં આવે તે નિશ્ચિત છે. આ ટીમની કમાન શિખર ધવનને સોંપવામાં આવી શકે છે. આ સાથે જ આ ટીમમાં હાર્દિક પંડ્યા જેવો અનુભવી ઓલરાઉન્ડર પણ છે. આશા છે કે આ ટીમ આયર્લેન્ડ સામે પણ રમશે.

ગત વર્ષે શ્રીલંકા સામેની સીરિઝ માટે પણ ટીમ ઈન્ડિયાની બે ટીમોની પસંદગી કરવામાં આવી હતી. જ્યારે વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળની સિનિયર ટીમ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં ટકરાઈ રહી હતી, જ્યારે ધવનની કેપ્ટનશીપ હેઠળની યુવા ટીમ શ્રીલંકાનો સામનો કરી રહી હતી. આ ટૂરમાં પ્રથમ વખત રાહુલ દ્રવિડને ટીમનો કોચ બનાવવામાં આવ્યો હતો. જો કે આ સીરિઝમાં કોરોનાના કેસ વધતા ટીમને ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp