વર્લ્ડ કપ સેમીફાઈનલમાં NZ સામે મળેલી હારનો બદલો લેવા બાબતે કોહલીએ કહી આ વાત

PC: tosshub.com

ભારતીય ક્રિકેટ ટીમ બેંગલોરમાં રમાયેલી ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડેમાં તેને હરાવ્યા બાદ બીજા દિવસે ન્યૂઝીલેન્ડ જવા માટે નીકળી ગઈ હતી. તે બાબતે કોહલીએ કહ્યું કે, કાર્યક્રમ જરા વ્યવસ્થિત હોવો જોઈએ. ખાસ કરીને ત્યારે જ્યારે અમે વિદેશ પ્રવાસ કરી રહ્યા હોય છે.

વિરાટે કહ્યું, સીધુ સ્ટેડિયમમાં જવું ઘણું મુશ્કેલ થઈ રહ્યું છે. આ રીતે એવી જગ્યાએ જવું જે ભારત કરતા સાડા 7 કલાક આગળ છે, તેની સાથે તાલમેલ બેસાડવામાં મુશ્કેલ થઈ જાય છે. આશા છે કે ભવિષ્યમાં આ બાબત પર ધ્યાન આપવામાં આવે.

ન્યૂઝીલેન્ડ સામેની મેચ પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું, તેમની ટીમ ન્યૂઝીલેન્ડ સામે મળેલી હારનો બદલો લેવા બાબતે વિચારી પણ રહી નથી, ભારત હાલમાં ન્યૂઝીલેન્ડ પ્રવાસે છે. જ્યાં તેણે 5 T20 મેચની સીરિઝ રમવાની છે. જેવી શરૂઆત શુક્રવારથી થઈ રહી છે. ન્યૂઝીલેન્ડે ગયા વર્ષે વર્લ્ડ કપ સેમીફાઈનલમાં ભારતને માત આપી હતી.

બદલો લેવા બાબતે વિચારી પણ નથી રહ્યાઃ

મીડિયા સાથે વાત કરતા કોહલીએ કહ્યું કે, અમે બદલો લેવા બાબતે વિચારી પણ નથી રહ્યા. જો તમે આ બાબતે વિચાર પણ કરશો તો આ લોકો એટલા સારા છે કે તમે બદલો લેવાના ઝોનમાં જઈ જ નહીં શકો. આ માત્ર મેદાન પર પ્રતિસ્પર્ધાની વાત છે. આ એ ટીમ છે જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાને સંભાળવાનું ઉદાહરણ આપ્યું છે. વર્લ્ડ કપ ફાઈનલ માટે જ્યારે આ ટીમે ક્વોલીફાઈ કર્યું હતું તો અમે ખુશ થયા હતા. જો તમે હારો છો તો તમારે મોટા પાયે અન્ય બાબતો જોવાની હોય છે.

આ વર્ષે T20 વર્લ્ડ કપ યોજાવાનો છે. તે અંગે કોહલીએ કહ્યું, આ વર્લ્ડ કપનું વર્ષ છે અને દરેક T20 અગત્યની છે. માટે અમે અમારું ફોકસ ગુમાવવા માગતા નથી. કોહલીએ ચોખવટ કરી નાખી છે કે, વનડેમાં રાહુલ નંબર 5 અને T20માં ઓપનિંગ કરશે.

લોકેશ રાહુલ બાબતે તેણે કહ્યું, વનડેમાં અમે એવું જ કરીશું જે રાજકોટમાં કર્યું હતું. રાહુલ વનડેમાં નંબર-5 પર જ રમશે. T20માં સમીકરણ બદલાઈ જાય છે. માટે રાહુલ ઓપનિંગ કરશે. તે વિકેટકીપિંગ અને બેટિંગ બંનેમાં સારું કરી રહ્યો છે. તેણે ટીમને સ્થિરતા આપી છે. અમે તેની સાથે જ જારી રહીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp