બોલો ગુજરાતમાં આવું પણ થાય, તસ્કરો પોલીસ સ્ટેશનમાંથી વિદેશી દારૂ ચોરી ગયા

PC: dailyhunt.in

આમ તો ગુજરાતમાં પોલીસનો કોઈ ગમતો વિષય હોય તો દારૂ પકડવાનું કામ છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રોજની ટ્રકો ભરી દારૂ ઠલવાઈ રહ્યો છે પરંતુ પોલીસે પકડેલો દારૂ કોઈ પોલીસ સ્ટેશનમાંથી ચોરી જાય તેવી ભાગ્યે જ બનતી ઘટના આણંદના આંકલાવ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે 2016-17મા પકડેલો દારૂ જે પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલ તરીકે રાખવામાં આવ્યો હતો તસ્કરો તે જ દારૂ ચોરી ગયાની ફરિયાદ ખુદ પોલીસે નોંધાવી છે.

આંકલાવ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ બંસીભાઈ રામાભાઈએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે આંકલાવ પોલીસ દ્વારા 2016-17 દરમિયાન જે વિદેશી દારૂ પકડયો હતો તે પોલીસ સ્ટેશનની પાછળની રૂમમાં રાખવામાં આવ્યો હતો. તે ગત સપ્ટેમ્બરથી ઓક્ટોબર મહિના દરમિયાન ચોરાઈ ગયો હોવાની જાણકારી મળી છે. ચોરાઈ ગયેલા દારૂમાં રોયલ સ્ટેગ દારૂની 60 બોટલ જેની કિમંત 24 હજાર છે અને જર્હોન માર્ટીન વ્હસ્કીની 121 બોટલ ઉપરાંત જર્હોન માર્ટીન વ્હસ્કીની નાની 96 બોટલ કિંમત 36300, આમ કુલ 69900ની કિંમતનો દારૂ ચોરાઈ ગયો છે.

આમ આ ઘટનામાં બે મહત્ત્વના મુદ્દા છે, જેમાં તસ્કરો પોલીસ સ્ટેશનમાં જ ચોરી કરવાની હિંમત કરે અને તે પણ પાછો દારૂ ચોરી જાય છે. ગુજરાત હાઇકોર્ટના હુકમથી તમામ પોલીસ સ્ટેશની અંદર અને બહાર CCTV લાગી ગયા હોવા છતાં તસ્કરો એક મહિનાની અંદર દારૂ ચોરી ગયા અને પોલીસને ખબર પડી નહીં તેનું આશ્ચર્ય છે. આ મામલે વધુ તપાસ પેટલાદ પોલીસને સોંપવામાં આવી છે.

(પ્રશાંત દયાળ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp