સિંગલ ચાર્જમાં 100 કિમી સુધી ચાલશે આ ઈલેક્ટ્રિક સાયકલ, જાણી લો કેટલી છે કિંમત

PC: drivespark.com

ઈલેક્ટ્રીક સાયકલ નિર્માતા કંપની Nexzu Mobilityએ પોતાની નવી સુપર લોંગ રેન્જ ઈલેક્ટ્રીક  Roadlark ઈલેક્ટ્રીક સાયકલને ભારતીય માર્કેટમાં લોન્ચ કરી દીધી છે. આ ઈ-સાયકલ અંગે ખાસ વાત એ છે કે આ ઈલેક્ટ્રીક સાયકલને સિંગલ ચાર્જ 100 કિમીની રેન્જ આપે છે અને જો તેની બેટરી ખતમ થઈ જાય તો તેને તમે સામાન્ય સાયકલની જેમ પેડલ મારીને પણ ચલાવી શકો છો. આ રીતે તે ટુ-ઈન-વન સાયકલ છે. ઈલેક્ટ્રીક વાહન નિર્માતા કંપની Nexzu Mobility દ્વારા ડિઝાઈન, એન્જિનીયરીંગ અને નિર્મિત આ નવી Roadlark ઈલેક્ટ્રીક સાયકલમાં એક નવી લાઈટ વેઈટ ફ્રેમ ડિઝાઈનનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેની સાથે જ એક હાઈ એફિશિયન્સીવાળી પાવરટ્રેન મળે છે.  આ સાયકલની ખાસ વાત એ છે કે આ સાયકલમાં ડ્યુઅલ બેટરી સિસ્ટમ છે. તેમાં 8.7 Ahની રિમુવેબલ બેટરી છે. સાથે જ એક 5.2 Ahની ઈન ફ્રેમ બેટરી છે. તેને ઘરમાં સામાન્ય રીતે પણ બેટરી ચાર્જ કરી શકાય છે.

જો આ સાયકલની સ્પીડની વાત કરીએ તો તે 25 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડ પકડી શકે છે. સાથે જ તેમાં બાઈકિંગને સરળ બનાવતા ઘણા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. કંપનીનો દાવો છે કે આ સાયકલની બેટરીને ત્રણ થી ચાર કલાકમાં સંપૂર્ણ ચાર્જ કરવામાં આવશે. કંપનીનું કહેવું છે કે નવી Nexzu Mobility Roadlarkમાં પેન્ડલ મોડ પર 100 કિમી અને શુદ્ધ થ્રોટલ મોડ પર કુલ 75 કિમી સુધીની રેન્જ મળશે. આ સિવાય ફીચર્સમાં કંપનીએ સાયકલમાં ડ્યુઅલ વેન્ટિલેટેડ ડિસ્ક બ્રેક અને ફ્રન્ટ સસ્પેન્શન આપ્યું છે.

આ સિવાય અન્ય ફીચર્સની વાત કરીએ તો નવી Roadlarkમાં સંપૂર્ણ ફેન્ડર અને ઘણા રિફ્લેક્ટરનો ઉપયોગ કર્યો છે. તે સિવાય તેમાં આરામદાયક રાઈડિંગ માટે એક મોટી સીટ પણ લગાડવામાં આવી છે. જોકે આ ઈ-સાયકલમાં ગિયર સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. તેની કિંમતની વાત કરીએ તો આ ઈ-સાયકલને 42000 રૂપિયાની કિંમતે માર્કેટમાં ઉતારવામાં આવી છે. તેને ખરીદવા ઈચ્છતા ગ્રાહકો ડિરેક્ટલી Nexzu Mobilityના 90 ટકાથી વધુ ટચ પોઈન્ટ અથવા Nexzu Mobilityની ઓફિશિયલ વેબસાઈટથી તેને ખરીદી શકે છે. નવી ઈ-સાયકલ અંગે વાત કરતા કંપનીના CEOએ કહ્યું છે કે, આ નવી રોડલાર્ક ઘણી રોમાંચક છે. આ હલ્કી સ્વૈપેબલ બેટરી અને 100 કિમીની રેન્જ સાથે મેક ઈન ઈન્ડિયા હેઠળ બનાવવામાં આવી છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp