સુરતમાં બનેલી આગની ઘટનાના પગલે હીરાના કારીગરોએ કરી મીનીબજારમાં શોકસભા

PC: youtube.com

સુરતના સરથાણા વિસ્તારમાં ગઈ કાલે તક્ષશીલા કોમ્લેક્ષમાં આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનામાં 23 બાળકો મોતને ભેટ્યા છે અને હાલમાં સારવાર લઇ રહેલા કેટલાક બાળકોની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાને પગલે સ્થાનીક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કેટલાક લોકો મૃતક બાળકોને સોશિયલ મીડિયાના મારફતે શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે, તો કેટલાક લોકો મૌન પાડીને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. આ દુખદ ઘટના પગલે સુરતની મિનીબજારના હીરાના વેપારીઓને મિનીબજાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

એક રીપોર્ટ અનુસાર સુરતના મિનીબજારના વેપારીઓએ આગની ઘટનામાં મૃત્યુ પામેલા બાળકોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક શોકસભાનું આયોજન કર્યું હતુ અને આ આયોજન પૂર્ણ થઇ ગયા પછી મીનીબજારના વેપારીઓ દ્વારા સંયમભૂ બંધ પડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને તેઓએ પોતાની દુકાનો બંધ રાખી હતી. વેપારીઓએ દ્બારા આ જીવલેણ આગની ઘટનામાં જવાબદાર તમામ લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, સુરતમાં બનેલી આગની ઘટના પછી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં પણ તંત્ર દ્વારા ટ્યુશન ક્લાસ પર તવાઈ બોલાવવામાં આવી છે અને તમામ ટ્યુશન કલાસોને બંધ કરવાના આદેશો આપવામાં આવ્યા છે અને ટ્યુશન ક્લાસમાં જ્યાં સુધી ફાયર સેફટીની સુવીધા નહીં થાય ત્યાં સુધી ટ્યુશન ક્લાસ બંધ રહેશે અને જે પણ ટ્યુશન ક્લાસમાં ફાયર સેફટીના સાધનો છે, તેની સાધનોની તમામ ચકાસણી કરીને ટ્યુશન ક્લાસ શરૂ કરવા દેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp