રૂસી જળસીમામાં બે જહાજોમાં ભીષણ આગ, 14 મોત

PC: intoday.in

રૂસી જળસીમમાં મંગળવારે એક મોટો બનાવ સામે આવ્યો. ક્રિમીયાને રૂસથી અલગ કરનાર સમુદ્રી વિસ્તાર કર્ચમાં બે જહાજોમાં આગ લાગી ગઇ. શરૂઆતની જાણકારી અનુસાર, આ આગમાં 14 લોકોના મોત થવા પામ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, એક જહાજથી બીજા જહાજમાં ઇંઘણ ભરતા સમયે એક વિસ્ફોટ થયો અને આગ ફેલાઇ.

બંને જહાજમાં તંજાનીયાનો ધ્વજ લાગેલ હતો. જહાજમાં ભારતીય, તુર્કી અને લીબીયાઇ લોકો સવાર હતા. હાલ સુધી 6 લોકો લાપતા છે. સમાચાર એજન્સી પીટીઆઇ અનુસાર, દુર્ઘટનામાં માર્યા ગયેલ અને લાપતા લોકોની ઓળખ હાલ સુધી થઇ શકી નથી. મુંબઇમાં નેવી ઓફિસરોના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં બંને જહાજ પર હાજર 15 ભારતીય સુરક્ષિત છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઘણા લોકો જીવ બચાવવા માટે સળગતાજ સમુદ્રમાં કૂદી ગયા. જેમને બાદમાં બચાવી લેવામાં આવ્યા છે.

રૂસની જળસીમા પાસે બંને જહાજોમાં આગ લાગેલ હતી. આ જહાજો પર તાંજેનીયાનો ઝંડો લહેરાઇ રહ્યો હતો. તેમાંથી એક જહાજ લિક્વીફાઇડ નેચલ ગેસ, જ્યારેકે બીજુ ટેંકર લઇ જઉ રહ્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે આગ તે સમયે લાગી જ્યારે એક જહાજમાંથી બીજા જહાજમાંથી બીજા જહાજમાં ઇંધણ આપાવમાં આવી રહ્યું હતું.

રૂસની સમાચાર એજન્સી તાસ દ્વારા સમુદ્રી અધિકારીઓએ જણાવ્યુ કે બનાવમાં કૈંડી નામના જહાજ પર કુલ 17 ચાલક દળના સદસ્ય હતા. તેમાં 9 તૂર્કી અને આઠ ભારતીય નાગરિક હતા. બીજુ જહાજ કે જેનું નામ માઇસ્ત્રો હતું. તેમાં કુલ 15 જણ સવાર હતા. જેમાં તૂર્કીના 7 ભારતના સાત અને એક નાગરિક લીબીયાનો હતો. હાલમાં તમામને શોધવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે.

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp