કોન્સ્ટેબલ લાંચના પૈસા કરિયાણા વાળાના ખાતામાં નખાવતો પછી જુઓ દુકાનદારે શું કર્યુ

PC: x.com

ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લાના ગૌરીગંજ પોલીસ સ્ટેશનમાંથી એક અનોખા સમાચાર વાયરલ થઈ રહ્યા છે. જ્યાં પોલીસ કોન્સ્ટેબલની લાંચ લેવાની અનોખી પ્રક્રિયાથી કંટાળીને એક દુકાનદારે પોલીસ અધિક્ષક (SP)ને પત્ર લખ્યો હતો. ત્યાર પછી તે કોન્સ્ટેબલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. આ ઘટના 21 નવેમ્બર 2024ના રોજ બની હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે હિમાંશુ જયસ્વાલ નામના દુકાનદારે પોતાની ફરિયાદમાં કોન્સ્ટેબલ શ્યામ નારાયણ સિંહ પર ગંભીર આરોપ લગાવ્યા છે.

ગૌરીગંજ પોલીસ સ્ટેશનની સામે 'ક્રિષ્ના કરિયાણાની બજાર' નામની દુકાન ચલાવતા હિમાંશુ જયસ્વાલે પોતાના પત્રમાં જણાવ્યું કે, કોન્સ્ટેબલ શ્યામ નારાયણ સિંહ તેમની પાસેથી વારંવાર લાંચની માંગણી કરી રહ્યા હતા. અહેવાલો અનુસાર, કોન્સ્ટેબલે હિમાંશુને લાંચની રકમ તેના બેંક ખાતામાં જમા કરાવવા કહ્યું. હિમાંશુએ એમ કહીને ઇનકાર કર્યો હતો કે, તેનું એકાઉન્ટ GST સાથે જોડાયેલું છે અને આ પ્રકારની લેવડ દેવડથી તેને સમસ્યા થઈ શકે છે.

જ્યારે હિમાંશુએ લાંચ આપવાની ના પાડી તો કોન્સ્ટેબલે તેને ધમકાવવાનું શરૂ કર્યું. કોન્સ્ટેબલે હિમાંશુને ધમકી આપી હતી કે, જો તે લાંચ નહીં આપે તો તે તેની દુકાન બંધ કરાવી દેશે. આ સિવાય કોન્સ્ટેબલે કથિત રીતે હિમાંશુ સાથે દુર્વ્યવહાર પણ કર્યો હતો અને તેની દુકાનની સામે બાઇક પર ડંડો મારવાની ધમકી પણ આપી હતી.

હિમાંશુએ પોતાના પત્રમાં એ પણ જણાવ્યું કે, દિવાળી દરમિયાન કોન્સ્ટેબલે બળજબરીથી તેના ખાતામાં 10,000 રૂપિયા જમા કરાવ્યા હતા. આ ઘટનાથી પરેશાન થઈને હિમાંશુએ પોલીસ અધિક્ષકને પત્ર લખીને ન્યાયની આજીજી કરી હતી. જો કે, આ પત્ર વાંચીને પોલીસ અધિક્ષકે તાત્કાલિક કાર્યવાહી કરી અને કોન્સ્ટેબલ શ્યામ નારાયણ સિંહને સસ્પેન્ડ કરી દીધો. આ ઘટનાએ પોલીસ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચાર સામે મજબૂત સંદેશ આપ્યો છે. પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, કોઈપણ પ્રકારની ભ્રષ્ટાચારની પ્રવૃત્તિને સાંખી લેવામાં આવશે નહીં અને દોષિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

હિમાંશુનો આ પત્ર સોશિયલ મીડિયા એક્સ પર @MamtaTripathi80 નામના એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, 'અમેઠીમાં નોકરી કરતા કોન્સ્ટેબલે 'સુવિધા ફી' વસૂલવાની એક સરસ રીત શોધી કાઢી છે. આ પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ગજબનો માસ્ટર માઈન્ડ છે આ કોન્સ્ટેબલ, અમેઠીના કેપ્ટન, ધ્યાનથી તાપસ કરાવો, આ પત્ર વાંચીને મારી 'ભાવનાઓને ઠેસ' પહોંચી છે.' આ વીડિયોને અત્યાર સુધીમાં 27 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. ઘણા લોકોએ તેને લાઈક કર્યો છે. આ પોસ્ટ જોઈને યુઝર્સ પોતાના અલગ-અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે.

એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે, 'ભાઈ, તમારી પાસે મૂકી રાખો તે પૈસાને, તમે કેમ તેને આપવા જઈ રહ્યા છો, તે આ રકમ પર પોતાનો દાવો કેવી રીતે કરી શકશે.' અન્ય એક યુઝરે લખ્યું, 'જો તમને કોઈ સમસ્યા ન હોય તો, મારો એકાઉન્ટ નંબર શ્યામ નારાયણ સરને આપો.' ત્રીજા યુઝરે લખ્યું, 'અમેઠી પણ એક વિચિત્ર જિલ્લો છે, દરેક અહીં આવવા માંગે છે. પૂર્વ કેપ્ટન હજુ પણ અમેઠીની સેવાને ભૂલી શક્યા નથી.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp