મુંબઇથી ગોવા જતી વંદે ભારત બીજી દિશામાં ચાલી ગઈ

PC: irctc.co.in

દેશની સૌથી આધુનિક અને ઝડપી ટ્રેનોમાની એક વંદે ભારત એક્સપ્રેસ સાથે  અજીબોગરીબ ઘટના બની છે. મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલથી ગોવાના મડગાંવ જવા માટે વંદે ભારત ઉપડી હતી પરંતુ આ ટ્રેન રસ્તો ભટકી ગઇ.

હકિકતમાં, વંદેભારત ટ્રેને દિવા સ્ટેશનથી પનવેલ તરફ વળવાનું હતું, પરંતુ  કલ્યાણ તરફ ચાલી ગઇ હતી. જ્યારે રેલવેના અધિકારીઓને આ વાતની જાણ થઇ તો બધા દોડતા થઇ ગયા અને તાત્કાલિક ટ્રેનને કલ્યાણ સ્ટેશન પર રોકી દેવામાં આવી. ફરી ટ્રેનને દિવા સ્ટેશન પર લાવવામાં આવી અને મડગાંવ તરફ રવાના કરવામાં આ બધામાં દોઢ કલાકનો સમય નિકળી ગયો.

દિવા સ્ટેશન પર 103 નંબરના પોઇન્ટ સિગ્નલ પર સમસ્યા ઉભી થવાને કારણે આવું બન્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp