રિસોર્ટને જમીન આપવા સામે ગ્રામજનોએ વિરોધ કરી ઢોલ વગાડ્યો

PC: khabarchhe.com

પાલનપુર તાલુકાના મલાણા ગામમાં 62 વીઘા જમીન પર ભવ્ય રિસોર્ટ બનાવવા માટે મંજૂરી આપતાં ગ્રામ લોકોએ ઢોલ વગાડી વિરોધ કર્યો હતો. ભાજપ સરકારના બીજા નંબરના નેતા સાથે મીઠા સંબંધો ધરાવતા વગદાર રોકાણકારને ફાયદો કરાવવા ગૌચરની જમીન આપી દેવાતાં ગામ લોકો વિફર્યા છે. આ નેતાની સોસાયટીમાં રહેતા વ્યક્તિને ફાયદો કરાવી આપવા આવ્યો હોવાનો આરોપ ગ્રામજનો મૂકી રહ્યા છે.

ગૌચરમાંથી રસ્તો બનાવવાના મુદ્દે વિરોધ છે. ગામની ગાયો માટે અનામત રાખવામાં આવેલા ગૌચરની જમીન પરથી જવા માટે રિસોર્ટ માટે રસ્તો બનાવવા નિયમો વિરૂદ્ધ રૂપાણી સરકારે મંજૂરી આપી દીધી છે. હાલનો ગાડા માર્ગ છે તેને ગૌચર તરીકે જાહેર કર્યો છે. હાલનો રસ્તો ગૌચર બની શકે તેમ નથી કારણ કે તે માર્ગ કોઈ બંધ કરવા તૈયાર નથી. તેથી ગ્રામજનો માટેનું ગૌચર ખતમ થઈ જશે. ખાનગી રીસોર્ટના લાભાર્થે અસલ રસ્તાને બદલે ગોચરમાં રસ્તો તબદીલ કરાયાના આક્ષેપો છે. ભાજપનાં મોટા માથાનો આ રીસોર્ટમાં ભાગીદારી  હોવાની પણ ગામ લોકો ચર્ચા કરી રહ્યા છે. 

રૂ.380 કરોડના ખર્ચે જંગલની બાજુમાં આ અતિ ભવ્ય રિપોર્ટ બનાવવા ઝડપથી મંજૂરી આપવામાં આવી છે. ચૂંટણી વખતે જ આ વ્યવહાર થયો હતો. હવે ગામ લોકો પોતાના હક્ક માટે છેક સુધી લડી લેવાના મૂડમાં છે. ગીરના જંગલમાં જે રીતે રિસોર્ટનો વિવાદ આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલ માટે થયો હતો એવો વિવાદ ઊભો કરવા માટે ભાજપનું એક જુથ સક્રિયતાથી આગળ વધી રહ્યું છે. સરકારનું નાક દબાવનારનું નાક ભાજપનું બીજુ જૂથ દબાવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp