લગ્નના બંધનમાં બંધાયા વિનેશ અને સોમવીર, આઠમો ફેરો લઈ આપ્યો અનોખો સંદેશ

PC: jagran.com

મહિલા કુસ્તીબાજ ગોલ્ડન ગર્લ વિનેશ ફોગાટ અને પહેલવાન સોમવીર રાઠી આજે સાત જન્મોના બંધનમાં બંધાઈ ગયા. દાદરી જીલ્લાના બલાલી ગામમાં બંનેએ સાદગીપૂર્વક લગ્ન કર્યાં. આ લગ્નની ખાસ વાત એ રહી કે દુલ્હા સોમવીર અને દુલ્હન વિનેશે સાત ફેરાને બદલે આઠ ફેરા લીધા. લગ્ન માટે સુંદર મંડપ બાંધવામાં આવ્યો હતો. વિનેશ લાલ રંગના લગ્નના જોડામાં ખૂબ જ સુંદર લાગતી હતી તો સોમવીર ગોલડ રંગની શેરવાની અને લાલ સાફામાં હીરો લાગી રહ્યો હતો. આખું ગામ દીકરી વિનેશના લગ્નમાં હાજર રહ્યું હતું.

સામાન્ય રીતે લગ્નમાં સાત ફેરા લેવામાં આવે છે પણ આ બંને આઠમો ફેરો પણ ફર્યાં. વિનેશ અને સોમવીરે આ આઠમો ફેરો 'બેટી બચાઓ, બેટી પઢાઓ અને બેટીને ખવડાવો'નો અનોખો સંદેશો આપવા લીધો હતો. વિનેશ અને સોમવીરના લગ્નના સમારંભમાં ઓલિમ્પિક ચંદ્રક વિજેતા સુશીલ કુમાર, સાક્ષી મલિક, એથ્લીટ નીરજ ચોપરા અને કોચ કુલદીપ મલિક સહિત અનેક હસ્તીઓ હાજર રહી હતી. વિનેશના કાકા મહાવીર ફોગાટ (દંગલ ફિલ્મની ગીતા અને બબિતાની ફિલ્મના પિતા) મહેમાનોને આવકારતા જોવા મળ્યા હતા. અહીંયા ગીતા કુસ્તીબાજ પતિ પવનકુમાર પણ હાજર રહ્યા હતા. આ લગ્નમાં સાક્ષી મલિક પતિ સત્યવ્રત કાદિયન સાથે પહોંચી હતી.

વિનેશ અને સોમવીરના લગ્નને લઇને વિનેશના કાકા મહાવીર ફોગાટે કહ્યું, 'લગ્ના કાર્યક્રમનું આયોજન સાદગીપૂર્ણ કરવામાં આવ્યું છે. પૈસાનો વ્યય ન થાય તેની કાળજી રાખવામાં આવી છે.' આ સાથે તેમણે લોકોને એ પણ અપીલ કરીને કે દેખાડો કરવાને બદલે ઘરમાં દીકરીનો જન્મ થવા પર તેના શિક્ષણ પર વધુ ધ્યાન આપવું.

ફોગાટ સિસ્ટર્સની કઝિન વિનેશ ફોગાટના લગ્ન દાદરીના બલાલી હરિયાણવી પરંપરા અનુસાર સોમવીર સાથે તેના લગ્ન થયા. વરરાજા સોમવીર ગામમાં બારાત લઇને પહોંચ્યો અને ત્યારબાદ લગ્નના રિવાજો શરૂ થયા. સોમવીર મોડી રાત્રે લગ્ન સ્થળે ઘોડા પર સવાર થઇને પહોંચયો. ત્યારબાદ કન્યાને પણ લગ્ન મંડપમાં લાવવામાં આવી. ત્યારબાદ લગ્ન શરૂ થયા. મંત્રોચ્ચારની વચ્ચે વિનેશ અને સોમવીરે એકબીજાને જયમાલા પહેરાવી અને બંને હંમેશા માટે એકબીજાના થઈ ગયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp