વિરાટ કોહલીએ બેન સ્ટૉક્સનો લીધો ક્લાસ, વાયરલ થયો વીડિયો

PC: cricketaddictor.com

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મોટેરામાં થઈ રહેલી પિન્ક બોલ ટેસ્ટ મેચના પહેલા દિવસે પહેલી ઇનિંગમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર 112 રન પર સમેટાઇ ગઈ. મેચમાં ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઇંગ્લેન્ડના કેપ્ટનને એ આશા હતી કે સીરિઝની પહેલી મેચની જેમ અહીં પણ પહેલી ઇનિંગમાં મોટો સ્કોર ઊભો કરીને ભારતીય ટીમને બેકફૂટ પર ધકેલી દઇશું, પરંતુ થયું કંઈક ઊંધું જ. જેક ક્રાઉલી (53 રન)ને છોડીને કોઈ બેટ્સમેન પીચ પર ટકી શક્યો નહોતો. 7 ખેલાડીઓ તો ડબલ ડિજિટના આંકડા પણ પાર કરી શક્યા નહોતા.

ઇંગ્લેન્ડની પહેલી ઇનિંગ દરમિયાન મેદાન પર એક મજાની ઘટના ઘટી ગઈ. ઉલ્લેખનીય છે કે ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ બેટિંગ કરી રહ્યો હતો અને રવિચંદ્રનના હાથમાં બોલ હતો. અશ્વિને જેવી જ બોલ ફેકવા માટે એક્શન કરી એ સમયે જ બેન સ્ટોક્સે હાથ દેખાડતા રોકી દીધો. ત્યારબાદ વિરાટ કોહલી બેન સ્ટૉક્સની નજીક આવી ગયો અને તેને સમય ન બગાડવાની સલાહ આપવા લાગ્યો. ભારતીય કેપ્ટનની આ વાત સ્ટેમ્પ કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ. જેમાં વિરાટ કોહલી બેન સ્ટૉક્સને એમ કહેતો સંભળાઈ રહ્યો છે કે તમે સમય બગાડશો નહીં. જોકે બેન સ્ટોક્સ વધારે સમય સુધી પીચ પર ટકી શક્યો નહોતો અને 24 બોલ પર 6 રન બનાવીને અક્ષર પટેલના બોલ પર આઉટ થઈ ગયો હતો.

 વર્લ્ડ બેસ્ટ ચેમ્પિયનશીપની (WTC) ફાઇનલની રેસમાં બન્યા રહેવા માટે આ ટેસ્ટ જીતવી બંને જ ટીમો માટે જરૂરી છે. ન્યૂઝીલેન્ડની ટીમ પહેલા જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પહોંચી ચૂકી છે અને બીજા નંબર માટે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લડાઈ ચાલી રહી છે. બંને ટીમો 4 ટેસ્ટ મેચોની સીરિઝમાં 1-1થી બરાબર છે.

એવામાં પિન્ક બોલ ટેસ્ટમાં જે ટીમ જીતશે તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ રમવા વધુ નજીક પહોંચી જશે, પરંતુ જે રીતે ટીમ ઈન્ડિયાએ આ ડે-નાઈટ ટેસ્ટની પહેલી ઇનિંગમાં શાનદાર બોલિંગ કરી બતાવી, તેનાથી ભારતીય ટીમની જીતની આશા વધી ગઈ છે. જો બેટ્સમેન પહેલી ઇનિંગમાં સારા રન બનાવી દે છે તો ભારતનું પલડું આ મેચમાં ભારે થઈ જશે. હાલ ભારતીય ટીમ સ્ટંપ્સ સુધી 3 વિકેટ ગુમાવીને 99 રન બનાવી ચૂકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp