તબલીગી પર ભડક્યા વીકે સિંહ, કહ્યું- મૂર્ખ જમાતીઓ સાથે આતંકીઓ જેવો વ્યવહાર કરો

PC: dinamalar.com

રાજધાની દિલ્હીની સાથે ગાજિયાબાદમાં પણ કોરોનાના મામલામાં સતત વધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય મંત્રી અને ગાજિયાબાદથી સાંસદ જનરલ વી. કે. સિંહે ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે, ગાજિયાબાદની પરિસ્થિતિ ત્યાં સુધી સારી હતી, જ્યાં સુધી તબલીગી જમાતના લોકો ત્યાં પહોંચ્યા નહોતા. આ એક મુર્ખ માનસિકતા છે, જેમાંથી બહાર નીકળવાની જરૂર છે. આપણે તેમને બચાવીને સંક્રમણ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આ આતંકવાદની ઘટના છે અને તેમની સાથે આતંકવાદીઓ જેવો જ વ્યવહાર કરવો જોઈએ.

જનરલ વી. કે. સિંહે કહ્યું કે, જે લોકો પોતાને તબલીગી બોલે છે અને ઈસ્લામની સારી બાબતોનો પ્રચાર કરે છે. જો તેઓ ડૉક્ટર્સ અને નર્સની સાથે દુર્વ્યવહાર કરી રહ્યા હોય તો તેઓ ઈસ્લામ માનનારા નથી. ઈસ્લામમાં કંઈપણ એવુ નથી કે તમે આવી મુર્ખતાપૂર્ણ હરકતો કરો. આ પ્રકારનું કૃત્ય કરનારા લોકો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ. યોગીજીએ તેમની વિરુદ્ધ રાસુકા (રાષ્ટ્રીય સુરક્ષા કાયદો) લગાવવાની વાત કહી છે. જ્યાં સુધી આપણે તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી નહીં કરીશું. ત્યાં સુધી તેઓ પાઠ નહીં ભણશે.

જણાવી દઈએ કે, ગાજિયાબાદમાં તબલીગી જમાતના 23 લોકો સંક્રમિત હતા. આ લોકો જે વિસ્તારોમાં ગયા તેમને ચિન્હિત કરવામાં આવ્યા અને ત્યાં કડકાઈપૂર્ણ પગલાં લેવામાં આવ્યા. જ્યાં સંક્રમણનું જોખમ વધુ છે, ત્યાં આવાગમનને સખ્તાઈથી રોકવામાં આવ્યું. એ લોકોના હિતમાં છે કે તે ઘરની અંદર રહે. આપણે બધાએ એવા પ્રયત્નો કરવા જોઈએ, જેનાથી સંક્રમણ ના ફેલાય. કોરોના વાયરસ સંક્રમિતોનો ગ્રાફ ઉપર જઈ રહ્યો છે. આપણે સૌએ તેને અટકાવવા માટે સક્રિય યોગદાન આપવું જોઈએ.

BJP સાંસદે કહ્યું, લોકોએ ગભરાવાની જરૂર નથી. જો તમને લાગતું હોય કે તમને કોઈ સામાનની જરૂર છે તો તમે હેલ્પલાઈન પર ફોન કરો, મને ફોન કરી શકો છો. તબલીગી જમાતના કારણે સંક્રમણ ફેલાઈ રહ્યું છે. હું અસમનો પ્રભારી છું, પરંતુ તબલીગી જમાતના કારણે અસમમાં પણ વાયરસ ફેલાયો. ત્યાં પહેલા એક પણ કેસ નહોતો. જનતા હોવાના નાતે આપણે સરકારને હજુ વધુ સહયોગ આપવો જોઈએ. આપણને હજુ થોડાં દિવસ વધુ ઘરે રહીને કામ કરવાનો આદેશ મળે તો તેને માનવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp