આ યુનિવર્સિટી હવે Ph.Dની પ્રવેશ પ્રક્રિયા ગુજરાતીમાં પણ લેશે

PC: AtoZmath.com

સુરતની વિર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન 280થી વધુ કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એક સારા સમાચાર છે. ગુજરાતની અન્ય યુનિવર્સિટીની જેમ અહીં પણ હવે એમ.ફીલ અને પી.એચ.ડી કરનારા વિદ્યાર્થીઓ પોતાની માતૃભાષામાં પ્રવેશ પ્રક્રિયા આપી શકશે.

વધુમાં વિર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ મેમ્બર એવા મનીષ કાપડીયાએ જણાવ્યુ કે, ગુજરાતમાં આવેલી અન્ય યુનિવર્સિટીમાં એમ. ફીલ અને પી.એચ.ડી કરનાર વિદ્યાર્થીઓ માટે ગુજરાતી ભાષામાં પ્રવેશ પ્રક્રિયા આપી શકતા હતા પરંતુ વીએનએસજીયુમાં વિદ્યાર્થીઓને કમ્પલસરી અંગ્રેજીમાં જ પ્રવેશ પ્રક્રિયા આપવાની રહેતી હતી. ત્યારે અમે કુલપતિ સમક્ષ અમે રજુઆત કરી કે હવે તો બીએસસી જેવા કોર્ષમાં ગુજરાતી ભાષાના ઓપ્શન છે તો પી.એચ.ડી અને એમ.ફીલ માટે પણ થવું જોઇએ. ત્યારે કુલપતિએ અમારો આ પ્રસ્તાવ સ્વિકારીને હવે બે ભાષામાં પી.એચ.ડીની પરીક્ષા આપી શકાશે એક અંગ્રેજીમાં અને બીજી ગુજરાતીમાં.

જે વિદ્યાર્થીઓનું સમગ્ર એજ્યુકેશન ગુજરાતી માધ્યમમાં થયું છે તેઓના માટે ખરેખર આ સારા સમાચાર છે. સાથે ઘણા વિદ્યાર્થીઓને પી.એચ.ડી અને એમ.ફીલ કરવા માટે પ્રોત્સાહન પણ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp