IPL: બોલ્ટે માન્યુ આ બે ખેલાડી હજુ સુધી યોજના અનુસાર પ્રદર્શન નથી કરી શક્યા

PC: cricketaddictor.com

ખરાબ પ્રદર્શન કરી રહેલા મુંબઈ ઈન્ડિયન્સના મધ્યક્રમને સંદેશ આપતા ફાસ્ટ બોલર ટ્રેંટ બોલ્ટે ગુરુવારે કહ્યું કે, ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી મેચોમાં બોલર્સ આશા રાખી રહ્યા છે કે ટીમ હજુ વધુ રન બનાવશે. ગત વર્ષનું ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સનું મધ્યક્રમ હજુ સુધી આશા અનુસાર પ્રદર્શન નથી કરી શક્યું. આ અંગે બોલ્ટે કહ્યું કે, ટીમના બેટ્સમેન પણ તેનાથી ખુશ નથી. બોલ્ટે પંજાબ કિંગ્સ વિરુદ્ધ ટીમની મેચ પહેલા કહ્યું હતું કે, મને વિશ્વાસ છે કે અત્યારસુધી જે રીતે પ્રદર્શન કર્યું છે, તે પ્રમાણે સંભવતઃ મધ્યક્રમ પણ ખુશ નથી પરંતુ અમે એ જાણીએ છીએ કે ખેલાડી રનોના ભૂખ્યા છે અને કાલે પ્રદર્શન કરવા માટે ઉત્સુક બનશે કારણ કે તે ચેન્નાઈમાં અમારી છેલ્લી મેચ હશે.

ન્યુઝીલેન્ડના આ દિગ્ગજ ફાસ્ટ બોલરે કહ્યું, અમારી શરૂઆત આદર્શ નથી રહી, પરંતુ અમે ઈચ્છીએ છીએ કે ટીમ હજુ વધુ રન બનાવે. પરંતુ આ ટીમના મજબૂત પક્ષોમાંથી એક અંત સુધી પડકાર આપવાનું છે અને બોલર્સ એવું કરવામાં સફળ રહ્યા. આશા કરીએ કે, અમે રન બનાવવામાં સફળ રહીશું. મુંબઈ ઈન્ડિયન્સે અત્યારસુધી ચાર મેચો રમી છે, જેમાંથી તેને બે મેચોમાં જીત અને બે મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમના મધ્યક્રમે ચારેય મેચોમાં ઝઝમવું પડ્યું અને ટીમ એકવાર પણ 170-180ની આસપાસનો સ્કોર બનાવવામાં સફળ નથી રહી. ટીમના મધ્યક્રમમાં ઈશાન કિશન, હાર્દિક પંડ્યા અને તેના ભાઈ કૃણાલ પંડ્યા ઉપરાંત વેસ્ટઈન્ડિઝના આક્રામક ઓલરાઉન્ડર કીરોન પોલાર્ડ જેવા બેટ્સમેન છે.

બોલ્ટે કહ્યું કે, મને લાગે છે કે, મારા માટે બેટ્સમેનના નજરીયાથી વાત કરવી ખૂબ જ મુશ્કેલ છે. તે (હાર્દિક અને પોલાર્ડ) અમારી ટીમનો મહત્ત્વનો હિસ્સો છે, તે હજુ સુધી યોજના અનુસાર પ્રદર્શન નથી કરી શક્યા. તે નિશ્ચિતરીતે કેટલાક વધારાના બોલ્સ રમવા વિશે વિચારી રહ્યા હશે. હાં, આશા વ્યક્ત કરીએ છીએ કે અમે પાવર પ્લેમાં મળી રહેલી સારી શરૂઆતનો ફાયદો ઉઠાવી શકીશું. કિંગ્સ ઈલેવન પંજાબના બેટ્સમેનને ખતરનાક ગણાવતા બોલ્ટે કહ્યું કે, તેમની સામે બોલિંગ કરવું પડકાર હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp