શું ભાજપ ઉદ્ધવ સાથે ફરી ગઠબંધન કરશે? ફડણવીસે જાણો શું જવાબ આપ્યો?
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી છે અને બધી પાર્ટીઓ પોતપોતાના સમીકરણ ગોઠવી રહી છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એક ઇન્ટરવ્યૂમાં ઉદ્ધવ ઠાકરે સાથે ફરી ગઠબંધનની શક્યતા વિશે જવાબ આપ્યો છે.
ફડણવીસને સવાલ પુછાયો કે શું ભાજપ ફરી ઉદ્ધવ સાથે ગઠબંધન કરશે? ફડણવીસે સ્પષ્ટ ના નહોતી પાડી અને કહ્યું હતું કે, રાજકારણમાં કશું પણ અસંભવ હોતું નથી, પરંતુ આ સંભવ પણ નથી. તેમણે કહ્યું કે, અમારા રસ્તા હવે અલગ થઇ ગયા છે. તેમણે વિચારધારા છોડી દીધી છે.
ફડણવીસે કહ્યુ કે, જે વિચારધારાને બાલાસાહેબ ઠાકરેએ નકારી હતી એ જ વિચારધારાને ઉદ્ધવ ઠાકરેએ પસંદ કરી.
મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકાર અજિત પવાર, ભાજપ અને શિંદે શિવસેનાનું ગઠબંધનમાં ચૂંટણી લડી રહી છે, પરંતુ ગઠબંધન વચ્ચે મનમેળ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp