ઉમેદવાર કરતા NOTAના મત વધારે હોય તો શું થાય? ચૂંટણી પંચનો નિયમ શું કહે છે?

PC: twitter.com

સુરત લોકસભા બેઠક પર છેલ્લા બે દિવસ ચાલેલા હાઇ વોલ્ટેજ ડ્રામા પછી આખરે કોંગ્રેસના ઉમેદવાર અને ડમી ઉમેદવારના ફોર્મ રદ જાહેર કરવામાં આવ્યા અને એ પછી બાકીના અપક્ષોએ પણ ઉમેદવારી પાછી ખેંચી લીધી એવા સંજોગોમાં સુરત જિલ્લા કલેક્ટર સૌરભ પારઘીએ ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને બિનહરિફ વિજેતા જાહેર કરી દીધા. હવે ચર્ચા એ વાતની થઇ રહી છે કે, જે મતદારોએ તેમના NOTA ( None Of The Above )નો ઉપયોગ કરવો હોય તો શું થાય?

2013ના એક ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ઉલ્લેખ કર્યો છે કે નોટાના મત ઉમેદવારોના મત કરતા વધારે હોય તો ઉમેદવારને વિજેતા જાહેર કરી શકાય નહીં. જો કે તેની સામે ચૂંટણી પંચે જવાબ આપ્યો હતો કે NOTA કે એક્ટ નથી એ માત્ર વ્યવસ્થાનો એક ભાગ છે એટલે જે ઉમેદવારને વધારે મત મળ્યા હોય તે જ વિજેતા ઉમેદવાર ગણવામાં આવે. ચૂંટણીની બાબતોમાં ચૂંટણી પંચ સ્વતંત્ર બોડી છે, એમાં સુપ્રીમ કોર્ટ પણ કશું કરી શકે નહીં. ધારો કે સુરતમાં ચૂંટણી થાય અને બધા જ મતદારો NOTAનો ઉપયોગ કરે અને સામે મુકેશ દલાલને માત્ર 1 જ વોટ મળે છે, તો પણ વિજેતા મુકેશ દલાલ જ કહેવાશે,

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp