Whatsapp ગ્રુપમાં કરી શકશો પ્રાઈવેટમાં રિપ્લે, બીજા અનેક ફીચર્સ આવશે

PC: independent.co.uk

પોપ્યુલર મેસેજિંગ એપ Whatsapp  પર જલદીથી કેટલાંક કમાલના ફીચર્સ આવાના છે. કંપનીએ બીટા વર્ઝનમાં તેની ટેસ્ટીંગ શરૂ પણ કરી લીધી છે. મળેલા રીપોર્ટ્સ પ્રમાણે નવા ફીચર્સમાં પ્રાઈવેટ રીપ્લાઈ, પિક્ચર-ઈન-પિક્ચર મોડ, શેક ટુ રીપોર્ટ, ટેપ ટુ અનબ્લોક અને શોર્ટકટ લિંક જેવા ખાસ ફીચરનો ઉમેરો થઈ શકે છે.

આ ફીચરથી તમે ગ્રુપના કોઈ પણ સભ્ય અથવા એડમીનને પ્રાઈવેટમાં રીપ્લાઈ કરી શકશો. ખઆસ વાત એ છે કે આ મેસેજને સેન્ડર અને પ્રાઈવેટ રિસીવર જ જોઈ શકશે. રિપ્લાઈ કરતી વખતે તમારે ગ્રુપની બહાર જવાની જરૂર નથી. આનાથી યુઝર્સ માત્ર એક ટેપ કરીને બ્લોક કોન્ટેક્ટને અનબ્લોક કરી શકશે. તમે આસાનીથી એક ટેપ કરીને અનબ્લોક કરેલા યુઝરને મેસેજ પણ મોકલી શકશો.

Whatsapp પર આવાવાળા શેક ટુ રિપોર્ટ ફીચરમાં યુઝર એપમાં આવનારી મુશ્કેલીઓને માત્ર ફોનને હલાવીને રીપોર્ટ કરી શકશે. આવું કરવાથી Contact Us સેક્શન ખુલી જશે, જ્યાં તમારી મદદ માટે Whatsappને તમારા લોગ્સ પણ મોકલી આપવામાં આવશે.

ગ્રુપ એડમિન ઈન્વાઈટ વાયા લિંક ફીચરના ઉપયોગથી નવા યુઝરને ઈન્વાઈટ કરવા માટે લિંક મોકલી શકે. આ ફીચર માત્ર એડમિનને જ નજર આવશે. પિક્ચર ઈન પિક્ચર ફીચરથી યુઝર Whatsapp પર પોતાના મિત્રઓ સાથે વીડિયો ચેટ અને મેસેજ બંને એક સાથે કરી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp