જ્યારે યુવકે નોકરી છોડવાનો નિર્ણય કર્યો, તેના મિત્રો ઢોલ સાથે ઓફિસ પહોંચ્યા

PC: hindustantimes.com

પુણેમાં એક વ્યક્તિ પોતાની નોકરીથી પરેશાન હતો. આવી સ્થિતિમાં, નોકરી છોડ્યા પછી, તે વ્યક્તિ અને તેના મિત્રોએ ઢોલ વગાડવાવાળાની વ્યવસ્થા કરી. આ પછી બધાએ સાથે મળીને જોરશોરથી ભાંગડા ડાન્સ કર્યા. પછી શું... આ સમગ્ર મામલે ઓફિસ બોસના હાવભાવ જોઈને તમે પણ હસવાનું રોકી શકશો નહીં.

ઓફિસના ગૂંગળામણ એટલે કે તમને ગમે નહીં તેવા વાતાવરણમાં કામ કરવું ખૂબ મુશ્કેલ હોય છે. આવી સ્થિતિમાં જો બીજો વિકલ્પ મળે તો તે નોકરી છોડી દેવાથી આત્માને ઘણો સંતોષ મળે છે. ઘણા લોકો ઓફિસમાં તેમનો છેલ્લો કામકાજનો દિવસ મિત્રો અને ખાસ સાથીદારો સાથે ઉજવે છે. પરંતુ પુણેમાં એક વ્યક્તિએ કંઈક એવું કર્યું, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે.

છેલ્લા કામકાજના દિવસની ઉજવણી કરવા માટે, અનિકેત નામના વ્યક્તિએ ઓફિસની બહાર ઢોલ વગાડવા વાળાઓને બોલાવ્યા અને મિત્રો સાથે મળીને જોરશોરથી ડાન્સ કર્યો. ઓફિસના ઘણા સાથીઓએ પણ અનિકેતને ડાન્સમાં સાથ આપ્યો. સૌથી ખાસ વાત એ હતી કે, આ દરમિયાન તેના બોસ પણ ત્યાં હાજર હતા અને આ સમગ્ર દ્રશ્ય જોઈ રહ્યા હતા.

આ વિડિયો ઈન્સ્ટાગ્રામ પર @anishbhagatt હેન્ડલથી પોસ્ટ કરવામાં આવ્યો છે. વાયરલ રીલમાં તમે જોશો કે, અનિકેત તેની ઓફિસના ગૂંગળામણભર્યા વાતાવરણ વિશે વાત કરે છે. અને તે એ પણ જણાવે છે કે, કેવી રીતે તેનો મેનેજર તેનું સન્માન નથી કરતો અને તેને આપવામાં આવેલ ઇન્ક્રીમેન્ટ પણ સારું નથી.

આગળ વિડિયોમાં તમે જોશો કે, અનિકેતના મિત્રો ઢોલ વગાડવાવાળાઓને લઈને તેની ઓફિસે પહોંચે છે. અનિકેત તેના બોસને બોલાવે છે અને તેને બહાર લાવે છે અને કહે છે, માફ કરશો સર...બાય..બાય. આ પછી તે ખુલ્લેઆમ ડાન્સ કરે છે અને મેનેજર તે લોકોને હટાવતા જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

 
 
 
View this post on Instagram

A post shared by Anish Bhagat (@anishbhagatt)

આ વીડિયો પર ઘણા લોકોએ પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે લખ્યું છે, મજા તો ત્યારે આવતી જ્યારે મેનેજર પણ ડાન્સ કરવા લાગતે. અન્ય યુઝરે લખ્યું છે, મેનેજર હોય જ છે દરેક માટેની સાર્વજનિક સમસ્યા. ત્રીજાએ લખ્યું છે, હવે ન તો તમને અનુભવ પત્ર મળશે કે ન FNF (પૂર્ણ અને અંતિમ સમાધાન)... ચાલો જે થયું તે..., તમને આ વિડિયો કેવો લાગ્યો? તમારો અભિપ્રાય અમને જરૂર આપશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp