સાગર અદાણી કોણ છે? જેનું નામ સૌથી વધારે ચર્ચામાં છે
અમેરિકાની કોર્ટે ગૌતમ અદાણી સહિત 8 સામે ભારતના અધિકારીઓને 2200 કરોડ રૂપિયાની લાંચ આપ્યાનો આરોપ મુક્યો છે તેમાં સાગર અદાણીનું નામ ચર્ચામાં આવ્યું છે. સાગર અદાણી કોણ છે તેના વિશે માહિતી આપીશું.
સાગર અદાણી ગૌતમ અદાણીના નાના ભાઇ રાજેશ અદાણીનનો પુત્ર છે એટલે સંબંધમાં ગૌતમ અદાણીનો ભત્રીજો થાય છે. અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાંથી ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન કર્યા પછી સાગર અદાણીએ 2015માં અદાણી ગ્રુપ જોઇન કર્યું હતું. શરૂઆતમાં તેને એક પ્રોજેક્ટ અપાયો હતો એ પછી અદાણી ગ્રીન એનર્જિના એક્ઝિક્યુટીવ ડિરેકટર તરીકેની મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી હતી.
ગ્રીન એનર્જિના બિઝનેસને આગળ વધારવા માટે સાગરનું દિમાગ હોવાનું કહેવાય છે. અદાણી ગ્રીનના ઓવરસીઝ અને ફાયનાન્સની જવાબદારી પણ સાગર અદાણી સંભાળે છે.
આ પહેલા 2023માં પણ સાગર અદાણી સામે અમેરિકામાં સર્ચ વોરંટ જારી કરવામાં આવ્યુ હતું. ગ્રાન્ડ જ્યુરી અને ભારતના અધિકારીઓને લાંચ આપવાનો આરોપ હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp